જામનગરમાં એકી બેકીનો જુગાર રમતા છ શખ્સો પકડાયા

  • June 24, 2021 12:00 PM 

સાધના કોલોની અને ખંભાળિયા નાકા પાસે પોલીસ પ્રગટી : રોકડ જપ્ત કરાઈ

જામનગરના રણજીતસાગર રોડ, સાધના કોલોની સીટી બસ સામેની બાજુના વિસ્તારમાં ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા, જ્યારે ખંભાળિયા નાકા બહાર ચાની હોટલ પાસે જાહેરમાં એકી બેકીનો જુગાર રમતા બે શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.

જામનગરના સાધના કોલોની છેલ્લોગેટ એલ 84, રૂમ નંબર 3624 માં રહેતા શંકર ઉર્ફે કારો મનોહરલાલ રોહેરા, સાધના કોલોની એલ8, રૂમ નંબર 3596 મા રેતો દિપસિંહ જશુભા જાડેજા, નંદનવન સોસાયટી શેરી નંબર 2 માં રહેતો ભરતસિંહ પથુભા પિંગળ, સાધના કોલોની એલ ત્રણ, રૂમ નંબર 266 માં રહેતો જીતેન્દ્ર હોરચંદ હરવાણી નામના શખ્સોને ભારતીય ચલણી નોટના નંબર પર એકી બેકીના આંકડા બોલીને જુગાર રમતા પોલીસે કુલ 10200 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

અન્ય એક દરોડામાં જામનગરના ખંભાળિયા નાકા બહાર હોટલ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ના આંકડા બોલીને એકીબેકીનો જુગાર રમતા હવાઈ ચોકના ભાનુશાળી વાડ શેરી નંબર 5 માં રહેતો પ્રવીણ ગોરધન કનખરા, અને કિશન ચોક શાકમાર્કેટ પાસે આવેલા સૂર્યવંશી ચોકમાં રહેતો જીતેન્દ્ર નરેન્દ્ર નાખવા બન્ને શખ્સોને સીટી પોલીસે દરોડા દરમિયાન રોકડ 1620 સાથે પકડી પાડયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS