કાલાવડના ટોડા ગામમાં પાનાં ટીચતા છ શખસની ધરપકડ

  • May 20, 2021 11:25 AM 

પટમાંથી સાડા સત્તર હજારની મતા મળી આવી

કાલાવડના ટોડા ગામે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રોકડ સાથે પકડી લીધા હતા.

કાલાવડ તાલુકાના ટોડા ગામમાં જાહેરમાં કેટલાક શખ્સો તીન પત્તીનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે ગ્રામ્ય પોલીસ દ્વારા દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા દશરથસિંહ ભરતસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ભુપત સિંહ જાડેજા, રવિરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ગજેન્દ્ર સિંહ જાડેજા, ચેતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા અને જયદીપસિંહ ગુલાબ સિંહ જાડેજા ને પકડી લીધા હતા.

રેડ દરમિયાન રોકડ રૂપિયા 17840 અને ગંજી પત્તા કબજે કરી તમામની સામે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)