BREAKING NEWS

જસદણના શિવરાજપુરની સીમમાં જુગાર રમતા છ શખસો ઝડપાયા

  • May 26, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ પોલીસ મથકના સ્ટાફે શિવરાજપુર ગામની વીડીયાવાડી સીમમાં વાડી પાસે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ . ૪૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જયારે ગોંડલમાં કોમન પ્લોટમાં જુગાર રમતા બે શખસોને ગોંડલ સિટી બી ડિવિઝને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના હેડ કોન્સ. મથુરભાઇ વાસાણી, આર.જે.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે શિવરાજપુર ગામની વીડીયાવાડી સીમમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ઝાડની નીચે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં રમેશ ખોડાભાઇ મકવાણા, દિનેશ શંભુભાઇ રાદડીયા, રાજેશ દેવશીભાઇ ઠુમ્મર, વિશાલ નારણભાઇ ઠુમ્મર, હરેશ ધનજીભાઇ ઠુમ્મર અને ભાવેશ વિરજીભાઇ અસોદરીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ . ૧૭,૫૦૦ તથા મોબાઇલ નંગ–૫ સહિત કુલ . ૪૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે જુગારના અન્ય દરોડામાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ગોંડલના જસ્તનગર સાર્વજનિક પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા વિજય વલ્લભભાઇ વીકાણી અને હિરેન જયેશભાઇ ખાખરીયાને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ .૧૦,૪૦૦ કબજે આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application