જામનગરમાં વિદેશી દારુ-બિયરની હેરાફેરી કરતા છ શખ્સ ઝબ્બે

  • May 29, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાવાણા સોસાયટી, લાલવાડી, દિ.પ્લોટ અને યાદવનગરમાં દરોડા : દારુ અને વાહન કબ્જે

જામનગરમાં મકવાણા સોસાયટી વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાક મકાન પર પોલીસે ઇંગલિશ દારૂ અંગે દરોડો પાડી નાની મોટી ૧૦૧ નંગ ઈંગ્લીશ દારુની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને મકાન માલિકની અટકાયત કરી છે. ઉપરાંત દારુનો જથ્થો સપ્લાય કરનારને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત હાપા રોડ પરથી ચપટા સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા હતા અને દી.પ્લોટ-૫૮માં એક શખ્સ દારુની બાટલી સાથે મળી આવ્યો હતો, જયારે યાદવનગરમાં બિયરના ચાર ટીન સાથે બે શખ્સને અટકમાં લીધા હતા.
જામનગરમાં મકવાણા સોસાયટી વિસ્તારમાં રહેતા ફૈઝલ ઉર્ફે બાબુ યુનુશ પીઠડીયા નામના શખ્સના મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી-એ  ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી શરાબની ૨૧ બોટલ અને ૮૦ ચપટાનો જથ્થો કબજે કર્યો હતો, અને આરોપી ફૈઝલની ધરપકડ કરી લીધી છે.
જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારુની જથ્થો જામનગરમાં રહેતા સદ્દામ સફિયા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં હાપા રોડ, લાલવાડી નજીક ખીજડીયા ગામના નિલેશ હીરા જાટીયા અને હિતેશ તુલશી ગલાણી આ બંનેને બાઇક નં. જીજે૧૦એએફ-૫૦૯૦માં વિદેશી દારુની હેરાફેરી કરતા બે ચપટા સાથે પકડી લીધા હતા કુલ ૨૦૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારુ હાપા રોડ મકવાણા સોસાયટીમાં રહેતા ફૈઝલ પીઠડીયાએ પુરો પાડયાનું ખુલ્યુ હતું.
આ ઉપરાંત જામનગરના દિ.પ્લોટ-૫૮માં રહેતા રાજેશ રમેશ ભદ્રાને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે આ વિસ્તારમાંથી દબોચી લીધો હતો જયારે મહાદેવનગર વિસ્તારમાં આવેલા યાદવનગરમાં રહેતા મોહીત કિશોર આંબલીયા તથા મેહુલ કરણા ખોડભાયા આ બંનેને યાદવનગર રોડ પરથી બિયરના ચાર ટીન સાથે પોલીસે પકડી લીધા હતા.
**
બેરાજા ગામેથી વિદેશી દારુના જથ્થા સાથે ત્રણ શખ્સોની અટકાયત
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા દિલાવર રફિક સોઢા નામના ૩૩ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દિલાવર સોઢા ઉપરાંત રોહિત રત્નાભાઈ રાઠોડ અને હિતેશ વશરામભાઈ પરમાર નામના ત્રણેય શખ્સોએ મળી અને મંગાવેલી વિદેશી દારૂની રૂપિયા ૪,૦૦૦ ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની ૧૦ બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૧૯ હજારનો મુદ્દામાલ કબજે કરી, ત્રણેય શખ્સો સામે પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application