જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.આઇ.બેલિમ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ગાયકવાડી શેરી નંબર 4 પાસે ચારબાઇ મંદિર નજીક રહેતા શાબીર અયુબભાઈ શેખ (ઉ.વ 21) ના મકાનમાં દરોડો પાડી અહીં ઘોડી પાસાનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં શાબીર શેખ ઉપરાંત બશીર ઈબ્રાહીમભાઇ ફકીર, જગદીશ ઉર્ફે રાજુ મોતીભાઈ બસરાણી, મુસ્કાન શાબીરભાઈ શેખ, યાસ્મીન શાહરૂખભાઇ ફકીર અને સમીમબેન હુસેનભાઇ ફકીરનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 17,700 ની રોકડ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં પીસીબીની ટીમે શહેરના દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર 604 માં રહેતા અસલમ કોલીયાના કવાર્ટરમાં દરોડો પાડી અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૩૫૧૦૦ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા શખસમાં અસલમ અલ્લારખાભાઈ કોલીયા, મહેન્દ્ર છગનભાઈ પટેલ, અજીત સમસુદ્દીનભાઈ ગિલાણી, નરેન્દ્ર છગનભાઈ ગઢકા, કાના દિલીપભાઈ મકવાણા અને ઇમરાન સાજીદભાઈ જુણેજાનો સમાવેશ થાય છે.
જ્યારે એ ડિવિઝન પોલીસે ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નંબર 15 ના ખૂણા પાસે જાહેરમાં વરલીના આંકડા લઇ જુગાર રમાઈ રહેલા પરેશ દેવજીભાઈ ચુડાસમાને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech