ગુજરાત વિધાનસભાએ ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ ૨૦૨૪ પસાર કર્યાને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ સરકારે હજુ સુધી આ અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ઘડા નથી. ગત માર્ચ મહિનામાં મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સોસાયટીનું યુનિટ વેચવા માટે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરતું બિલ પસાર કરવામાં આવ્યું હતું આ ટ્રાન્સફર ફીની મર્યાદા પિયા ૫૦૦૦૦ નક્કી કરવામાં આવી છે.
આ અધિનિયમ હેઠળ નિયમો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સરકાર વિવિધ હિતધારકો પાસેથી તેમના સૂચનો મેળવી રહી છે તેના આધારે આવતા દિવસોમાં નિયમો બનાવી અને તેને મંજૂરી માટે મુખ્યમંત્રી કક્ષાએ મોકલવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે .
આ નિયમ આવ્યા પછી ગુજરાત રાયની કો–ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી નિયત કરેલા ટ્રાન્સફર ફી કરતા વધુ ટ્રાન્સફર થી વસુલી શકશે નહીં અન્ય નિયમોમાં, રાય સરકારે ડેવલપમેન્ટ ચાર્જ પર નિર્ણય લેવાનો રહેશે જે ઘણી સોસાયટીઓ દ્રારા વસૂલવામાં આવે છે. રાય સરકાર ડેવલપમેન્ટ ચાર્જને સંપૂર્ણ રીતે દૂર કરવાની દરખાસ્ત પર વિચારણા કરવામાં આવી રહી છે. બિલ રજૂ કરતી વખતે, સહકાર રાય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હાલના અધિનિયમમાં રહેણાંક એકમના નવા માલિક પાસેથી સોસાયટીઓ દ્રારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી.રાય સરકારે જાહેર કયુ હતું કે કાયદાનો હેતુ સહકારી મંડળીઓના વહીવટ અને સંચાલનને વધુ સારી રીતે ચલાવવામાં આવે છે અને સોસાયટીના સભ્યોના હિતોનું રક્ષણ થાય છે તેની ખાતરી કરવાનો છે. રાજયમા દર વર્ષે, ૧,૫૦૦ નવી હાઉસિંગ સોસાયટીઓ અધિનિયમ હેઠળ નોંધવામાં આવે છે.આવી જોગવાઈ ન હોવાના કારણે સોસાયટીનું મેનેજમેન્ટ તેમના વિવેકબુદ્ધિથી નવા માલિક પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરે છે,તેમ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.આવો સુધારો કરી સરકારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ માં એક નવો વિભાગ દાખલ કર્યેા, જે જણાવે છે કે કો–ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અથવા અધિનિયમના સુધારા દ્રારા, રાય સરકારે એવી દરખાસ્ત પણ કરી હતી કે જરી ઓછામાં ઓછા ૧૦ સભ્યોને બદલે હવે આઠ સભ્યો સાથે સહકારી હાઉસિંગ સોસાયટીની નોંધણી કરી શકાશે. રાયપાલે આ બિલને તેમની સંમતિ આપી દીધી છે. પરિણામે આવતા દિવસોમાં ગુજરાત રાયમાં હાઉસિંગ સોસાયટી ને લગતા નવા નિયમો જાહેર થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMભારતની કાર્યવાહીથી પાકિસ્તાની શેરબજારમાં ભૂકંપ
April 24, 2025 03:15 PMકાશ્મીરમાં ફસાયેલાં ગુજરાતી પ્રવાસીઓને વતન પરત લાવવા માટે કવાયત શરુ
April 24, 2025 03:10 PMરામનાથ મહાદેવ મંદિર ફરતે પાર્કિંગ માટે પોણો કરોડના ખર્ચે બનશે રિટેઇનિંગ વોલ
April 24, 2025 03:04 PMછત્તીસગઢના બીજાપુરમાં સેના સાથે અથડામણમાં પાંચ નક્સલીઓ ઠાર
April 24, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech