BREAKING NEWS

જામનગર : લાલપુરના નવી વેરાવળ ગામમાં છ પત્તાપ્રેમીઓ પકડાયા

  • January 07, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડીને છ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળી ૬૧ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
​​​​​​​

લાલપુર પોલીસ સ્ટેશનની ટુકડીએ ગઈકાલે પૂર્વ બાતમીના આધારે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં જુગાર અંગેનો દરોડો પડ્યો હતો, જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નવી વેરાવળ ગામના ભીમશીભાઇ ખીમાભાઈ ગાગીયા, મેમાણાના મહેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, ઉગમણા ઝાપે રહેતા મુસ્તાક આમદભાઈ અખાણી, સામા કાંઠે રહેતા રફીક નૂરશા શાહમદાર અને લાલપુર કબ્રસ્તાન પાસે રહેતા અલ્તાફ નૂરશા શાહમદાર તથા ધરારનગરના જયંતીલાલ દયારામ ધાણીદારીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા  રોકડ ૧૧૨૧૦, ૩ મોટરસાયકલ, ગંજીપતા મળી ૬૧,૨૧૦ની માલમતા કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application