જાખર પાટીયા પાસે શટલ રીક્ષા અને ટેન્કર અકસ્માતમાં છ ઘાયલ

  • May 11, 2021 01:03 PM 

108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.માં ખસેડાયા

જામનગર નજીક જાખર પાટીયા પાસે આજે સવારે શટર રીક્ષા-ટેન્કર વચ્ચે અકસ્માત થતાં છ વ્યક્તિને ઇજા પહોંચતા તાકીદે 108 મારફત સારવાર અર્થે અત્રેની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાખર પાટીયા પાસે વાહન અકસ્માત થતાં છ વ્યક્તિને ઇજા થઇ છે, તેવો મેસેજ મળતા તાકીદે 108 ની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને બે એમ્બ્યુલન્સમાં છ વ્યક્તિઓને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જાણવા મળતી વિગત મુજબ જામનગરથી શટર રીક્ષા નં. જી.જે.10.ડબલ્યુ.ર4ર લઇને ઘઉં ભરવા મજુરો જાખર તરફ જતા હતા, ત્યારે રોડ પર આગળ જતા ટેન્કરમાં પાછળ આવી રહેલો છકડો અથડાઇ જતાં અકસ્માત થયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્તોમાં જાખરના લાલાભાઇ ઠાકરશીભાઇ બારાઇ (ઉ.વ. 40), જામનગરના લંઘાવાડના ઢાળીયે રહેતા ઇસુબ હાસમભાઇ (ઉ.વ. પ9), બેડેશ્ર્વરના સલીમ મામદભાઇ બાધ (ઉ.વ. 48), દિ.પ્લોટ પ4 માં રહેતા ગુલાબ રામજીભાઇ ભાનુશાળી (ઉ.વ. 60) અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ. પ0) નો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS