પોરબંદરના મીયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ અસામાજિક તત્ત્વોને ત્યાં કાર્યવાહી થઇ હતી અને બે શખ્શોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેકશન હોવાનું જણાતા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ડી.જી. પી. તરફથી અસામાજિક ગુંડા તત્ત્વો વિધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરવી. જે યાદી મુજબના તમામ અસામાજિક ગુંડા તત્વો સામે અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે સુરજીત મહેડુ નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્યવિભાગના માર્ગદર્શન હેઠળ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળા તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી પી.જી.વી.સી.એલ. વિભાગના સ્ટાફને સાથે રાખી લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્ત્વો ઉપર ચેકીંગની કામગીરી હાથ ધરી નીચે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.કુલ છ અસામાજિક ગુંડા તત્ત્વોને ત્યાં ચેકીંગ દરમિયાન કુલ બે અસામાજિક ગુંડા તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ.ટીમ દ્વારા કુલ ા. ૧૦,૦૦૦નો વીજદંડ કરવામાં આવેલ છે.કુલ છ અસામાજિક ગુંડા તત્ત્વોએ ગેરકાયદેસર બાંધકામ કે સરકારી જમીન પર દબાણ કરેલ છે કે કેમ? તે અંગે જરી ખરાઇ કરી કાર્યવાહી કરવા માટે લગત કચેરીને રિપોર્ટ કરવામાં આવેલ છે.આ કામગીરીં પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળા તથા મીયાણી મરીન પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. ટીમ દ્વારા સંયુકત રીતે કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech