હેલાબેલી ગામે રાત્રે સ્ટ્રીટ લાઇટ નીચે જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

  • September 09, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીકના હેલાબેલી ગામે રાત્રે રામ મંદિર નજીક સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા છ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા.
હેલાબેલી ગામે રામ મંદિર પાસે રાત્રિના સમયે કેટલાક ઈસમો જુગાર રમતા હતા ત્યારે કુતિયાણા પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે હેલાબેલી ગામના અજય મુકેશ રાઠોડ, રાહુલ નવઘણ રાઠોડ, અશ્વિન માલદે સોલંકી, વિજય વશરામ મકવાણા, સુનિલ અરવિંદ મકવાણા અને ઈશ્વરીયા ગામના ભાવેશ હરેશ ઠકરાણી ને પકડી પાડ્યા હતા તથા પટમાંથી ૧૮,૩૪૦ ની રોકડ તેમજ ગંજીપત્તાના ૫૨ પાના પણ કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application