જામનગર અને શેઠ વડાળામાં છ જુગારીની ધરપકડ

  • June 01, 2021 11:39 AM 

કાંટ-છાપ અને તીનપત્તીનાં જુગાર પર દરોડા, રોકડ કબજે

જામનગરના સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ જાહેરમાં કાંટા છાપનો જુગાર રમતા બે શખ્સો પોલીસ ગીરફત માં આવ્યા હતા જ્યારે શેઠ વડાળાના સંગ ચિરોડા વાડી એ ખુલ્લામાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચાર ને દબોચી લીધા હતા,

જામનગરના ખોડિયાર કોલોનીમાં આવેલી ફીયોની કા સોસાયટીમાં રહેતો મનોજ દિપક આસવાણી અને ગુલાબ નગર વિભાપર રોડ પર રહેતો ઇમરાન હસન આરબ આ બન્ને શખ્સોને પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જાહેરમાં સિક્કો ઉછાળીને જુગાર રમતા પોલીસે દરોડા દરમિયાન 1351 સાથે પકડી લીધા હતા.

બીજા દરોડામાં શેઠ વડાળાના સંગ ચિરોડા ગામની સીમમાં એક મકાન પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સંગ ચીરોડા ગામના શક્તિસિંહ કાળુભા ચાવડા, બહાદુરસિંહ તખુભા ચાવડા, લખધીરસિંહ દેવુભા ચાવડા, ભુપતગીરી પ્રેમગીરી ગોસ્વામી નામના છ શખ્સોને તીનપતીનો જુગાર રમતા રોકડા 4480 અને પતા સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS