રાજકોટ આરટીઓ દ્રારા આજે સવારે સ્કૂલ વાહનની ચેકીંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. સોરઠીયા વાડી વિસ્તારમાં આવેલી જુદી જુદી સ્કૂલ નજીક ઇન્સ્પેકટરની ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવતા ૬ સ્કૂલ વાહન સ્કૂલ વાન પાસે પરમીટ ન હોવાનું સામે આવતા .૭૯,૫૦૦નો દડં ફટકારવામાં આવ્યો છે.
ટીઆરપી ગેમ ઝોનના અિકાંડ બાદ સફાળી જાગેલી સરકારએ જુદા જુદા વિભાગોને કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા જેમા વાહન વ્યવહાર વિભાગ તાબાના આરટીઓ તંત્રને સ્કૂલ વાહનમાં બાળકોની જોખમી સવારીને અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી જેના પગલે શૈક્ષણિક સત્ર શ થતા જ આરટીઓ તંત્રએ નિયમનો દંડો પછાડો હતો અને ફિટનેસમ ટેકસી પાસિંગ, બેઠક ક્ષમતા સહિતના નિયમોનું પાલન ન કરતા સ્કૂલ વાહન ચાલકોને આકરો દડં ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાયભરમાં કડક કાર્યવાહીના પગલે સ્કૂલ વાન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. અને કેટલાક દિવસની હડતાલ પણ પાડી હતી. સ્કૂલ વાહન ચાલકોએ પાસિંગ, પરમીટ, ફિટનેસને લઈને સરકાર પાસે સમય માંગતા સરકાર દ્રારા ચેકિંગની કાર્યવાહી પર બ્રેક લગાવવા માટેની સૂચના આપી હતી. જેને પણ મહિનાઓ વીત્યા છે, એમ છતાં સ્કૂલ વાન ચાલકો દ્રારા ફિટનેસ સર્ટી , પાસિંગ અને પરમીટ ન કઢાવી સ્કૂલ વર્ધી કરી નિયમોનો ભગં કરી રહ્યા છે. જેને લઈને રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટીમ એ સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી સ્કૂલ નજીક ચેકીંગ હાથ ધયુ હતું જેમાં છ સ્કૂલ વાહનના ચાલકો પાસે સ્કૂલ વર્ધી માટેની પરમીટ જ ન હોવાનું સામે આવતા કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech