પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં અને આડેધડ વાહનપાર્ક કરનારાઓ સામે ઝુંબેશ યોજીને છ ઇસમોની ધરપકડ કરી છે. જામજોધપુરની વાંધારાસીમમાં રહેતા લખમણ પરબત મોઢવાડીયાને વનાણાના ટોલનાકા પાસેથી નશાની હાલતમાં ટ્રક ચલાવતા પકડી લેવાયો હતો. રાણાવાવના સ્ટેશન પ્લોટમાં લાદીના કારખાના પાસે રહેતા દીપક જેસા સોલંકીએ સ્ટેશનપ્લોટની ક્ધયાશાળા પાસે ભયજનક રીતે ટ્રક પાર્ક કરતા ધરપકડ થઇ છે. મૂળ જામજોધપુર તથા હાલ જામનગરના ગોકુલનગરમાં રહેતા ઉમેશ રમેશ કુડેચા નશાની હાલતમાં બાઇક લઇ ડ્રાઇવીંગ લાયસન્સ વગર કેન્દ્રીય વિદ્યાલય પાસેથી નીકળતા પોલીસે ધરપકડ કરી છે. પોલિટેકનિક કોલેજ પાછળ વાછરાડાડાના મંદિર પાસે રહેતા વિરમ માલદે પરમાર જી.આઇ.ડી.સી. રોડ પર ભયજનક રીતે આડુઅવળુ સ્કૂટર ચલાવતા નીકળ્યો ત્યારે પોલીસે પકડયો હતો. ફટાણાના લાખા અરજન બથવારે ખાંભોદર રોડ પર મોલ પાસે ટ્રાફિકને અડચણપ ટ્રક પાર્ક કરતા પોલીસે ધરપકડ કરી છે તે ઉપરાંત મોકર ગામના જેઠા પુંજા કોડીયાતર ફૂલસ્પીડે ટ્રક લઇ બગવદરના કાનાધાર પાસેથી નીકળતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMઠગ લાઇફ વિવાદ બાદ કમલ હાસને માફી માંગવાનો કર્યો ઇનકાર, 'ઠગ લાઈફ' કર્ણાટકમાં નહીં થાય રિલીઝ
June 03, 2025 05:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech