બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનામાં છનાં મોત

  • March 27, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં પેટાપ્સકો નદી પર બનેલો ઐતિહાસિક ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ ગઈકાલે રાત્રે જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બાદ ગુમ થયેલા છ લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે.યુએસ કોસ્ટ ગાર્ડનું કહેવું છે કે બાલ્ટીમોરમાં પુલ ધરાશાયી થયા બાદ ગુમ થયેલા છ લોકોની શોધખોળ સ્થગિત કરી દેવામાં આવી છે. રીઅર એડમિરલ શેનન ગિલરેથે કહ્યું કે અમે આ સર્ચ ઓપરેશન બધં કરી દીધું છે.

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરેના જણાવ્યા અનુસાર કાર્ગેા જહાજના ડ્રાઈવરે પણ અકસ્માત પહેલા મદદ માંગી હતી. એવી આશંકા છે કે ઈલેકટ્રીકલ સમસ્યાના કારણે માલવાહક જહાજ પુલ સાથે અથડાયું હોઈ શકે છે. જેના કારણે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બિડેને બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા છે. તેણે કહ્યું કે આ એક ભયંકર અકસ્માત હતો. આ દુર્ઘટનામાં દરેક વ્યકિત સાથે અમારી પ્રાર્થના સામેલ છે. તેમણે કહ્યું કે દુર્ઘટના બાદ બાલ્ટીમોર બંદરમાં જહાજની અવરજવર આગામી આદેશો સુધી બધં કરી દેવામાં આવી છે.

૧૯૭૭માં આ બ્રીજ બાંધવામાં આવ્યો હતો. બ્રીજ સાથે તે માલવાહક જહાજ અથડાતાં તેનો એક આધારસ્તભં તૂટી પડતાં બ્રીજ તૂટી પડયો હતો. આ સાથે જહાજમાં આગ પણ પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૭માં બાંધવામાં આવેલા આ બ્રીજનું નામ અમેરિકાનું રાષ્ટ્ર્રગીત 'સ્ટાર–સ્મેગલ્ડ–બેનર' લખનાર કવિ ફ્રાંસીસ સ્કોટ કે ઉપરથી રાખવામાં આવ્યું હતું. તે ટૂંકમાં કે–બ્રીજ તરીકે જ ઓળખાતો હતો.

બાલ્ટીમોર પોર્ટલીટી છે. સમુદ્ર તટથી તે થોડું દૂર છે. અંદર ભૂમિ પણ છે. પરંતુ નદીનો જળ પ્રવાહ જ ઘણો વધુ છે. રાત્રે દોઢ વાગે થયેલ આ અકસ્માત અંગે જાણવા મળ્યું છે કે, બાલ્ટીમોર પોર્ટ છોડી આગળ વધતું આ કન્ટેનર જહાજ તે બ્રીજના એક સ્તભં સાથે અથડાતાં આ દુર્ઘટના બની હતી

અકસ્માત પહેલા માગી હતી મદદ
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરેના જણાવ્યા અનુસાર કાર્ગેા જહાજના ડ્રાઈવરે પણ અકસ્માત પહેલા મદદ માંગી હતી. એવી આશંકા છે કે ઈલેકટ્રીકલ સમસ્યાના કારણે માલવાહક જહાજ પુલ સાથે અથડાયું હોઈ શકે છે. દુર્ઘટના અંગે તમામ ક્રૂ મેમ્બર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આ કન્ટેનર જહાજ પર સિંગાપોરનો ધ્વજ હતો.

જહાજના તમામ ક્રૂ મેમ્બર ભારતીય
આ ઘટનામાં બે લોકોને બચાવી લેવાયા હતા અને હજુ કેટલા લોકો પાણીમાં પડા હશે તે સ્પષ્ટ્ર નથી. દરમિયાન પ્રા સમાચાર અનુસાર સિનર્જી મરીન ગ્રુપે જણાવ્યું કે જહાજમાં કુલ ૨૨ ક્રૂ મેમ્બર હતા અને તે તમામ ભારતીય છે. આ જહાજ ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડની માલિકીનું છે અને તે બાલ્ટીમોરથી શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું


જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું
રિપોર્ટ અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત માલવાહક જહાજનું નામ ડાલી હોવાનું જાણવા મળ્યું છે. આ જહાજ ૩૦૦ મીટર લાંબુ છે. આ જહાજ સિંગાપોરમાં રજીસ્ટર્ડ છે અને માલ લઈને કોલંબો જઈ રહ્યું હતું. પ્રા માહિતી અનુસાર આ જહાજ ૨૨ એપ્રિલે કોલંબો પહોંચવાનું હતું પરંતુ તે પહેલા જ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું"

મોટાપાયે નુકસાન થયું હોવાની આશંકા
દુર્ઘટનામાં મોટાપાયે જાન–માલનું નુકસાન થવાની આશંકા છે. અત્યાર સુધી ૬ લોકો લાપતા હોવાના અહેવાલ છે પરંતુ ઘણા લોકો નદીમાં તરતા જોવા મળ્યા હતા. પુલના થાંભલા સાથે અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી. આ પુલનું સમારકામ થવામાં મહિનાઓ લાગી જવાની આશંકા સત્તાવાળાઓએ વ્યકત કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application