કોરોનાના ૩૮ કેસ: મુખ્યમંત્રીએ ખાસ રાહતનિધિ રચી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના વાયરસનો પગ પેસારો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં નવા ત્રણ કેસો મળતા રાજ્યમાં ૩૮ કોરોનાના દર્દીઓ હોવાની વિગતો રાજ્યના અગ્ર સચિવ આરોગ્ય મંત્રી ડો.જયંતી રવિ દ્વારા આપવામાં આવી હતી રાજ્યમાં કોરોનાને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને ગઈકાલે રાત્રે હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ જેટલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેનો મુખ્ય ઉદેશ્ય કોરોનાના સંક્રમણને રોકવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ કોરોના રાહતફંડની રચના કરવામાં આવી છે જેમાં મંત્રીમંડળના સભ્યોએ તેમનો એક માસનો પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ રાહત ફંડને ઉદાર હાથે ફાળો મળી રહ્યો છે અને લોકોને આ ફંડમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ પણ કરવામાં આવી છે.ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. આ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પાછળનો ઉદેશ્ય કોરોના વાયરસની ચેઈન તોડવાનો છે ત્યારે મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે વડાપ્રધાને કરેલી વીડિયો કોન્ફરન્સમાં આરોગ્યની સેવાઓ, સર્વેલન્સની કામગીરી યુધ્ધના ધોરણે કરવા જણાવ્યું છે.રાજ્યભરના સરકારી દવાખાના સેવાકીય હેતુથી ચાલતા દવાખાના, સીએચસી, પીએસસી ચાલુ રહેશે. મેડિકલ એસોસિએશનની સંકટની ઘડીએ મદદ પણ માગવામાં આવી છે.


રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ત્રણ કેસનો ઉમેરો થયો છે. ગઈકાલ રાત સુધી જે ૩૫ કેસ હતા જેમાં ત્રણનો વધારો થતાં ૩૮ થયા છે. રાજ્યમાં સારવાર લઈ રહેલા ૩૮ દર્દી પૈકીના ૯ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્રણ નવા કેસમાં અમદાવાદ, સુરત અને વડોદનરા ખાતે એક એક નોંધાયા છે.રાજ્યમાં હોમ કોરન્ટાઈન હેઠળ ૨૦૬૮૮ લોકો છે. જેમાં ૪૩૦ સરકારી નિગરાનીમાં, ૨૦૦૨૦ હોમ કોરટાઈન અને ૩૮ પ્રાઈવેટ કોરન્ટાઈન લીધેલ છે. રાજ્યમાં ૧૪૭ કેસમાં હોમ કોરન્ટાઈનનો ભંગ થયો છે. જેની સામે કાયદાકીય રાહે પગલાં લેવામાં આવ્યા છે.
બે પ્રાઈવેટ લેબોરેટરીને મંજૂરીના મુદે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, એપોલો અને સુપરાટેક ટેસ્ટ કરવામાં આવે છે. આ બન્ને લેબોરેટરીમાંથી સુપરાટેકને કામકાજની મંજુરી મળી છે. એપોલો ૧લી એપ્રિલથી કાર્યરત થઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS