શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર ગત રાત્રીના જાહેરમાં લાઈટના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા કણબીવાડ, રેલવે સ્ટેશન રોડ, પોલીસ કર્મચારી સોસાયટી અને મતવા ચોક, ચાવડીગેટના છ શખ્સોને પોલીસે બાતમી આધારે રેડ કરી રોકડ, બે મોબાઈલ, એક્ટીવા મળી કુલ રૂા. ૯૪ હજારના મુદામાલ સાથે ઝડપી લોકઅપ હવાલે કરી દીધા હતા.
નિલમબાગ પોલીસને બાતમી રાહે હકીકત મળી હતી કે, શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર મેલડીમાંના મંદિર પાસે, બાવાના ખાંચામાં અંજવાળે કેટલાક શખ્સો જાહેરમાં હારજીતની જુગારની બાજી માંડી બેઠા છે. જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા કુંડાળુ વળી પૈસા પાના વડે જુગાર રમી રહેલા ઘર્મેશ ઉર્ફે બાલો દિનેશભાઈ સરવૈયા (ઉ.વ. ૧૯, રે. હનુમાનદાદાની ડેરી પાસે, કણબીવાડ), રાહુલ અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. ૨૫, રે. કોળીવાડ, રેલવે સ્ટેશન રોડ), શંકર ભરતભાઈ સરવૈયા (ઉ.વ. ૩૦, રે. કોળીવાડ, રેલવે સ્ટેશન રોડ), અજય ચંદુભાઈ મકવાણા (ઉ.વ. ૨૮, રે. ગરાસીયાવાડ, જાડેજાનો ડેલો, ચાવડીગેટ), વનરાજસિંહ જીતેન્દ્રસિંહ મહિડા (ઉ.વ. ૨૮, રે. પોલીસ કર્મચારી સોસાયટી), સલીમ અબ્દુલ વહાબ મોહમદ શેખ (ઉ.વ. ૪૮, રે. આરબવાડ, મતવાચોક) મળી આવતા તમામને ઝડપી લઈ તેના કબજામાંથી રોકડ, બે મોબાઈલ, એકટીવા મળી કુલ રૂા. ૯૪,૩૩૦નો મુદામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હર્થળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech