રેસક્યુ બાદ કરાઈ સારવાર
ભાણવડ પંથકમાં ગઈકાલે કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ - ભાણવડના કર્મચારીશ્રીઓ અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીમાં ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને બચાવવા પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું હતું.
જેમાં કુલ છ પક્ષીઓ પતંગની દોરથી ઇજાગ્રસ્ત થતાં રેસક્યુ કરી સારવારની વ્યવસ્થા કરાઇ હતી. રેસક્યુ કાર્ય દરમ્યાન ચાર કબૂતર અને બે ઘુવડ (રેવિદેવી) પ્રજાતિના પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા, આ છ પક્ષીઓમાંથી 2 કબૂતર અને 1 ઘુવડ તંદુરસ્ત જણાતા તેને મુક્ત કરી દેવાયા હતા, એક કબૂતર રેસક્યુ બાદ મૃત્યુ પામ્યું હતું અને 2 પક્ષીઓ માટે વધુ સારવારની વ્યવસ્થા કરાઇ હતી.
વળી ઉતરાયણ દરમ્યાન ભાણવડ ખાતે વન વિભાગ અને અબોલ જીવોની સેવાર્થે જાણીતી સંસ્થા એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ દ્વારા જકાત નાકા, રણજીત પરા સ્થિત શિવ બળદ આશ્રમ , રવિરાજ હોટેલ વિસ્તાર ખાતે સરકારી વેર્ટનરી ડોક્ટર્સ ટીમ અને માડમ ટ્રસ્ટના ડોક્ટર્સની ટીમની મદદથી સારવાર કેન્દ્ર ખુલ્લા મુકાયા હતા.
ગુજરાત સરકારના કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગના નોર્મલ રેન્જ અને સામાજિક વિસ્તરણ રેન્જના કર્મચારીશ્રીઓ , એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયં સેવકો, સરકારી પશુ દવાખાના અને માડમ ટ્રસ્ટના ડોક્ટર્સ જોડાઈ,અને નિર્દોષ પક્ષીઓને બચાવવાનો પ્રસંશનીય પ્રયાસ કરાયો હતો.
ઉપરાંત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો અને વન વિભાગની ટીમ દ્વારા ઉતરાયણ બાદ પણ પક્ષીઓ કે અન્ય કોઈ પતંગ - દોરાને લીધે અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી આગામી દિવસોમાં ભાણવડ પંથકમાં વીજ થાંભલાઓ તેમજ વૃક્ષો પર લટકતા પતંગ અને દોરાઓ દૂર કરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech