જામનગરમાં ટાઢોળું યથાવત: તાપમાન 13.પ ડીગ્રી

  • January 11, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે ઠંડીના કારણે ગામડાના જનજીવન પર વિપરીત અસર: હજુ પણ ત્રણેક દિવસ કાતિલ ઠંડીનો ચમકારો રહેશે


જામનગર સહિત સમગ્ર હાલારમાં હજુ પણ ટાઢોળું યથાવત છે, ગઇકાલે સાંજે પણ ઠંડો પવન ફૂંકાયો હતો, લઘુત્તમ તાપમાન 13.પ ડીગ્રીએ પહોંચ્યું હતું, સવાર-સાંજ એસ.ટી. અને ખાનગી બસોમાં મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે, ગામડાના જનજીવન પર ભારે અસર પડે છે.


કલેકટર કચેરીના કંટ્રોલમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 13.પ, મહત્તમ તાપમાન ર7.પ ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા, પવનની ગતિ 10 થી 1પ કીમી પ્રતિ કલાક જોવા મળી હતી.


હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે,  જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.


ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 15 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે. ભારે ઠંડીને કારણે વ્હેલી સવારના સ્કુલે જતાં બાળકોને સારી એવી મુશ્કેલી પડે છે. જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ રાત્રીના 8 વાગ્‌યે બજારો સુમસામ થઇ જાય છે અને ગામડામાં પણ ઠેર-ઠેર તાપણા જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application