બહેનો કુટુંબની સભ્ય નથી, ભાઈની જગ્યાએ નોકરી ન મળે: હાઈકોર્ટ

  • September 14, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બહેનો કુટુંબની સભ્ય નથી કર્ણાટક હાઈકોર્ટે દ્રારા આ ટીપ્પણી કરવામાં આવી છે. સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેની બહેને નોકરી માટે દાવો કર્યેા હતો. નિયમો હેઠળ, જો કોઈ સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યને બદલીની નોકરી આપવાની જોગવાઈ છે. આ નિયમો હેઠળ બહેને તેના ભાઈના મૃત્યુ બાદ કંપની પાસેથી નોકરીની માંગણી કરી હતી અને તંત્રએ ઇનકાર કર્યેા હતો.

આ મામલો કર્ણાટકના તુમકાનો છે, યાં બેંગલુ ઇલેકિટ્રસિટી સપ્લાય કંપની લિમિટેડના કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. તેની બહેન પલ્લવીએ કંપની પાસેથી નોકરી માંગી હતી.બહેન પોતાની ફરિયાદ લઇ સેશન્સ કોર્ટમાં ગઈ પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. બાદમાં તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યેા, યાં બે ન્યાયાધીશો, ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે અને જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતની બેન્ચે કહ્યું કે 'બહેન તેના ભાઈના પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી.' કોર્ટે આ માટે કંપની એકટ ૧૯૫૬ અને કંપની એકટ ૨૦૧૩નો ઉલ્લેખ કર્યેા છે.

મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે કોર્ટની કુટુંબ વ્યાખ્યા પરેખાને વિસ્તૃત કરી શકતી નથી. કેમ કે યાં નિયમો બનાવનાર દ્રારા પહેલાથી જ વ્યકિતઓને અલગ–અલગ શબ્દોમાં પરિવારના સભ્યો તરીકે વ્યાખ્યાયિત કર્યા છે. આ પરિસ્થિતિમાં કોર્ટ વ્યાખ્યામાં બદલાવ કરી શકે નહી.પલ્લવીના વકીલે દલીલ કરી હતી કે તે તેના ભાઈ પર નિર્ભર છે અને પરિવારની સભ્ય હોવાને કારણે તેને દયાના આધારે નોકરી મળવી જોઈએ. તેનાથી વિપરીત, કંપનીએ દલીલ કરી હતી કે સરકારી નોકરીઓમાં અનુકંપાનાં ધોરણે રોજગાર આપવી એ નિયમનો અપવાદ છે. આ માટે આપવામાં આવેલી યોજનાઓનો કડક અમલ કરવાની જર છે. જો નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો ભાઈના મૃત્યુ પછી બહેન નોકરી મેળવવા માટે હકદાર નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application