જામનગરમાં બનેવીની હવસનો શિકાર બનેલી સાળી એ જી.જી.હોસ્પિટલમાં બાળકને જન્મ આપતાં કુંવારી માતા બની

  • May 28, 2021 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે બાળક અને તેની માતા તેમજ આરોપી ના ડી.એન.એ ટેસ્ટ માટે સેમપ્લો એકત્ર કરી લેબોરેટરીમાં મોકલ્યા

જામનગરમાં હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં બીમાર પત્નીની સારવાર માટે બનેવીએ પોતાની સાળી ને ઘેર રોકાવા માટે બોલાવ્યા પછી પોતાની હવસનો શિકાર બનાવી લેતાં કુંવારી સાળી સગર્ભા બની ગઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી આખરે ભોગ બનનાર કુવારી સાળીએ જીજી હોસ્પિટલ ના બિછાને એક બાળકને જન્મ આપ્યો છે, અને કુંવારી માતા બની છે. પોલીસે આરોપી ભોગ બનનાર અને બાળક ના સેમ્પલ એકત્ર કરી લઇ ડીએનએ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા એક શખ્સે આજથી નવેક મહિના પહેલા પોતાની પત્ની બીમાર હોવાના કારણે જામનગરમાં રહેતી પોતાની સાળીને સારવારમાં મદદ માટે ઘેર બોલાવી હતી, દરમિયાન તેણે પોતાની સાળી પર નજર બગાડી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે કુવારી સાળી સગર્ભા બની ગઈ હતી.

જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા પછી પોલીસે આરોપી બનેવી સામે ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી હતી, અને હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. દરમિયાન બનેવી ની હવસનો શિકાર બનેલી કુંવારી સાળી કે જેને પ્રસૂતિની પીડા ઉપડતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીએ એક બાળક (બાબા)ને જન્મ આપ્યો છે.અને કુંવારી માતા બની ગઈ છે.

આ મામલે મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે નવજાત શિશુનું સેમ્પલ મેળવી ડી.એન.એ. ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત કુંવારી માતા તેમજ તેના બનેવી આરોપી ના સેમ્પલો પણ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS