પોરબંદરના કુછડી નજીક હાઇવે પર મીનીબસ હડફેટે કુછડી ગામની મહિલાનું તેના ભાઇની નજર સામે જ મોત થયુ છે.
કુછડી ગામે રબારીકેડામાં રહેતા સખાભાઇ રામાભાઇ હુંણ નામના પશુપાલકે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની નાની બહેન માલીબેન રામાભાઇ હુંણ ઉ.વ. ૪૯નું કુછડી ગામના બસસ્ટેશન પાસે હાઇવે પર બસ હડફેટે મોત થયુ છે જેમાં વિગત એવી છે કે ફરીયાદી સખાભાઇ અને તેના નાનીબેન માલીબેન રાબેતા મુજબ સવારે ઘેટા બકરાને ઘરના વાડામાંથી ચરાવવા માટે લઇ ગયા હતા અને દિવસભર પશુઓને ચરાવ્યા પછી રાતે આઠેક વાગ્યે પરત ફરતા હતા એ સમયે વરસાદ આવતો હોવાથી પશુઓને વાડામાં બાંધવા માટે લઇ જતા હતા. ઘેટા-બકરાને રોડ ક્રોસ કરાવવા સખાભાઇ આગળ ચાલતા હતા અને માલીબેન છેલ્લે પાછળ ચાલીને આવતા હતા અને બસ સ્ટેશન પાસે રસ્તો ઓળંગતા હતા એ સમયે ફૂલ સ્પીડે આવતી મીનીબસના ચાલકે માલીબેનને હડફેટે લેતા તેના માથા ઉપર રહેલા ખાટલાનો ઘા થઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ બેહોશ તથા લોહીલુહાણ થઇ ગયા હતા. લોકો એકત્ર થઇ ગયા હતા અને એક છકડો રીક્ષામાં ઇજાગ્રસ્ત માલીબેનને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આથી અજાણ્યા મીનીબસના ચાલક કે જે અકસ્માત સર્જીને નાશી ગયો હતો તેની સામે સખાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક માલીબેન હુંણ છેલ્લા ૨૦ વર્ષથી રીસામણે બેઠા હોવાનું અને સાત બહેનોમાં સૌથી નાના હોવાનું જાણવા મળ્યુ છે.
વાહનચાલકો સામે પગલા
ખડપીઠ પાછળ હેતા હીરા કાના મોરીએ સુદામાચોકમાં બસસ્ટોપ સામે ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ કરવામાં આવી છે. વનાણા ગામના ઝોક વિસ્તારમાં રહેતા લખન રણમલ મકવાણા ફૂલસ્પીડે રીક્ષા લઇ નીકળતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech