સાહેબ નસબંધીની મંજૂરી આપો,આ મોંઘવારીમાં બાળકો નથી જોઈતા

  • February 29, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના જબલપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક તેની પત્ની સાથે કલેક્ટર ઓફિસ આવ્યો અને નસબંધી કરાવવાની મંજુરી આપવાની વિનંતી કરી. યુવકે જણાવ્યું હતું કે આ મોંઘવારીની સ્થિતિમાં બાળકોને ઉછેરવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. અહીં અમારી જાતિમાં નસબંધી પર પ્રતિબંધ હોવાથી સતત બાળકોનો જન્મ થઈ રહ્યો છે. આદિવાસી સમાજના આ યુવકની અરજીએ સમાજ વ્યવસ્થા પર સવાલો ઉભા કયર્િ છે. આ યુવક ત્રણ વર્ષથી કલેક્ટર કચેરીના ચક્કર લગાવતો હોવાનું બહાર આવ્યું હતું.

આદિવાસી સમુદાયના યુવકે કહ્યું કે તેને પહેલાથી જ બે બાળકો છે. તેમની જાળવણી કરવી મોંધવારીના જમાનામાં મુશ્કેલ છે. યુવકે કહ્યું કે કાં તો સરકાર તેના બાળકોનો ઉછેર કરે અથવા તેને નસબંધી કરાવવાની મંજૂરી આપે. વાસ્તવમાં આદિવાસી સમુદાયની બૈગા જ્ઞાતિમાં નસબંધી પર પ્રતિબંધ છે.મંગલસર પર કલેક્ટર કચેરીમાં યોજાયેલી એસપી ડીએમની જાહેર સુનાવણી દરમિયાન આ મામલો બન્યો હતો. આમાં, બરેલા બ્લોકના ખૈરી ગામમાં રહેતા પ્રેમ કુમાર બૈગા નામના યુવકે તેની પત્ની સાથે કલેક્ટરનો સંપર્ક કર્યો અને હાથ જોડીને તેની પત્નીને નસબંધી કરાવવાની પરવાનગી માંગી.

આ અભિયાન હેઠળ પુરૂષોને ત્રણ હજાર રૂપિયા અને મહિલાઓને નસબંધી પર બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે સ્ત્રી-પુરુષોને નસબંધી માટે પ્રોત્સાહિત કરનારા પુરૂષ પ્રેરકોને કેસદીઠ રૂ.400 અને સ્ત્રી પ્રેરકને પ્રતિ કેસ રૂ.300 આપવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ છે.


ત્રણ વર્ષથી નસબંધી માટે ધક્કા ખાય છે
પ્રેમ બૈગાએ કહ્યું કે તેઓ ત્રણ વર્ષથી સતત આ ઓફિસમાં આવે છે. તેમણે ઘણી વખત અરજી કરી, પરંતુ કોઈએ તેની અરજી સાંભળી નહીં. હમણાં જ ખબર પડી કે નવા કલેક્ટર આવ્યા છે, તેથી તેઓ ફરી એકવાર તેમની અરજી સાથે હાજર થયા છે. પ્રેમ કુમાર બૈગાએ જણાવ્યું કે 2018માં તેના લગ્ન ડિંડોરી જિલ્લાના ડોકરઘાટની રહેવાસી 28 વર્ષની કમલવતી બૈગા સાથે થયા હતા.


પહેલેથી જ એક પુત્ર અને પુત્રી છે

આ લગ્ન પછી તેને પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર છે. ખૂબ જ મુશ્કેલીથી તે તેના બે બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છે. હવે તે પોતાના ઘરમાં ત્રીજું બાળક રાખવા માંગતો નથી. છેલ્લા ત્રણ વર્ષથી તે કલેકટર અને આરોગ્ય વિભાગની કચેરીમાં આમથી તેમ ધક્કા ખાય છે છતાં કોઈ નિવેડો આવતો નથી.


બેગા એક સંરક્ષિત જાતિ છે

આ મામલે પ્રાદેશિક આરોગ્ય નિર્દેશક સંજય મિશ્રા કહે છે કે બૈગા જાતિમાં નસબંધી પર પ્રતિબંધ છે. જો આ જાતિના લોકોએ નસબંધી કરાવવી જરૂરી બને તો આ માટે કલેકટરની પરવાનગી જરૂરી છે. જિલ્લા કલેક્ટર દીપક સક્સેનાએ જણાવ્યું કે પ્રેમકુમાર બૈગાની અરજી મળી છે. આ અરજી પર વિચાર કયર્િ બાદ તેને નિયમો અનુસાર મદદ કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application