જામનગરશહેરમાં સિંધી સમાજ ચેટીચાંદની ભવ્ય ઉજવણી...

  • April 01, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સિંધી સમાજ માં જય ઝુલેલાલના નાદ સાથે ચેટીચાંદની ભવ્ય ઉજવણી
​​​​​​​

• યજ્ઞોપવિત, વિશાળ બાઈક રેલી,  શોભાયાત્રા અને સમૂહજ્ઞાતિ મહાભંડારા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા


જામનગરમાં સિંધી સમુદાય દ્વારા ભગવાન ઝુલેલાલના ૧૦૭૫ માં જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. જેમાં સમુહ યજ્ઞોપવિત, બાઈક રેલી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો પોજાયા હતા. 


જામનગરમાં તીનબત્તી ચોક ખાતે આવેલ ઝુલેલાલ મંદિર ચેટીચાંદની તથા સિંધી સમાજના નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ માટે  એક માસ પૂર્વે સામાજીક બેઠક બાદ એક સપ્તાહ પહેલા સિંધી સમાજના હોદ્દેદારો અને સભ્યો દ્વારા આગોતરી બેઠક યોજાઈ હતી, ગઈકાલે યોજાયેલા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.


ગઈકાલે ૩૦ માર્ચ ના રોજ ભગવાન ઝુલેલાલના ૧૦૭૫ માં જન્મોત્સવ નિમિતે તીનબત્તી ઝુલેલાલના મંદિર ખાતે સવારે ૦૫:૦૦ વાગ્યે પ્રભાતે મંગલા મહાઆરતી, ત્યારબાદ ૦૯:૦૦ વાગ્યે સરસ્વતી યુવા મિત્ર મંડળ દ્વારા સમસ્ત સિંધી સમાજ ની એકતા સાથે  વિશાળ બાઈક રેલી ત્યારબાદ, સવારે ૧૦:૦૦ વાગ્યે બટુકોને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી, બપોરે ૧૨:૩૦ વાગ્યે  ભંડારાપ્રસાદ જે બાદ સિંધી સમાજ ની પંરપરાગત સાંજે ૦૫:૦૦ સિંધી સમાજ ની જુદા જુદા ફ્લોટ્સ અને સિંધી વેશભૂષા સાથે વાગ્યે શોભાયાત્રા કાઢવામાં આવી. જે શોભાયાત્રા નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.


સમગ્ર શોભાયાત્રા દરમિયાન પ્રસાદી ના સ્ટોલો ઊભા કરાયા હતા પ્રસાદી વિતરણ થઈ હતી.તીનબત્તી ઝુલેલાલ મંદિર ખાતે રાત્રે ૦૯:૦૦ વાગ્યે સમૂહ જ્ઞાતિ ભોજના ના મહાભંડારા પ્રસાદ ની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ ૧૦:૦૦ વાગ્યે ઝુલેલાલ ભગવાનને કેક સેરેમની યોજીને ભગવાનને કેક ધરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.


સિંધી સમાજ ની વિશાળ બાઈક રેલી ને સિંધી સમાજના ચેરમેન અને પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર અને સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગાવાણી દ્વારા આયોલાલ ઝુલેલાલ ના નારા સાથે લીલી ઝંડી આપવામાં આવી હતી, આ રેલી સાધનાકોલોની ઝુલેલાલ મંદિરેથી પ્રસ્થાન થઇ શહેરના રાજમાર્ગો પર ફરી નાનકપુરી ખાતે આવેલ ઝુલેલાલ મંદિરે વિરામ પામી હતી. જે રેલી માં  જામનગર સિંધી સમાજ ના ભાઈઓ બહેનો યુવાનો વડીલો નો ભવ્ય જનસૈલાબ ભારે ઉત્સાહ સાથે જોડાયો હતો.


ચેટીચાંદની ભવ્ય ઉજવણી માં જામનગર જીલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષા બીનાબેન કોઠારી , પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, જામનગર મનપા ના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસૂરીયા સહિત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા , લોકલાડીલા સાંસદ પુનમબેન માડમ સહિત રાજકીય અને સામાજિક હોદેદારો આગેવાનો જોડાયા હતા ઝુલેલાલ નામરૂપી સિંધીટોપી  પહેરી સિંધી અંદાજ માં જેકો ચવંધો ઝુલેલાલ તેનજા થીંધા બેડાપર સાથે ઝૂમ્યા હતા.


આ સમગ્ર ચેરીચાંદ મહોત્સવમાં સિંધી સમાજના ચેરમેન અને પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, જામનગર દક્ષિણ ૭૯  વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉતર ૭૮ વિધાનસભાના  ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરસેવિકા બબીતાબેન લાલવાણી, લીલાવંતીબેન ભદ્રા, પ્રમુખ ઘનશ્યાદાસ ગંગવાણી સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની ટીમ દ્વારા સમગ્ર મહોત્સવ ના આયોજન ની જહેમત ઉઠાવી ઉજવણી કરાઈ હતી. સમગ્ર સિંધી સમાજ દ્વારા એકબીજાને સિંધી નુતનવર્ષની તેમજ ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવી હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News