આંગણવાડી વળતર ઓછું હોવાથી કાર્યકર્તાઓ અન્ય સ્ત્રોતમાંથી કમાણી કરી શકે: દિલ્હી હાઇકોર્ટ
ભારતીય મજદૂર સઘં દ્રારા જણાવાયું હતું. આઇસીડીએસ વિભાગમાં આંગણવાડી વર્કરો લાખોની સંખ્યામાં કામ કરે છે. તેને લગતા પ્રમોશનભરતી અંગેની અગત્યનો ચુકાદા હાઇકોર્ટે આપેલ છે.
આ કેસના અરજદાર પર્મિલાદેવી આંગણવાડી વર્કર તરીકે દિલ્હીમાં કામ કરતા હતાં. આ દરમિયાન આઇસીડીએસ વિભાગ તરફથી ડાયરેકટ ભરતી અંગે ૨૯૦ જગ્યા પર સુપરવાઇઝર ગ્રેડ–૨ મહિલાની ભરતી અંગે જાહેરાત આપેલ હતી. આના અનુસંધાને પર્મિલાદેવીએ ઓનલાઇન અરજી કરી હતી અને કાયદેસરની તમામ ભરતી અંગેની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ પર્મિલાદેવીને સિલેકટ કરવામાં આવેલ ન હતાં. તેઓ પત્ર તેમને મળેલ હતો. આનાથી નારાજ થઇ ટિ્રબ્યુનલમાં અરજી કરવામાં આવેલ હતી કે જાહેરાતમાં જે ૨૭ વર્ષની ઉંમર બતાવેલ છે
તે પ્રમાણે હત્પં સિલેકશન માટે હકકદાર છું. ઉંમરનો કોઇ બાદ આવતો નથી. આ અંગે ટિ્રબ્યુનલના જજે બન્ને પક્ષકારો તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા ધ્યાનમાં લઇને તથા ૨ સટિર્ફિકેટ અનુભવના આપવામાં આવેલ હતાં તેમાંથી બીજું સટિર્ફિકેટ હતું તે ડિપાર્ટમેન્ટે વાંધો લીધેલ હતો આ બંને બાબતો અંગે દસ્તાવેજી પુરાવા અને કાયદાની જાહેરાતની જોગવાઇ અનુસાર બન્ને બાબતો અરજદાર આંગણવાડી વર્કરની તરફેણમાં ચુકાદો આપી જણાવેલ હતું કે અરજદાર જાહેરાત પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવે છે. આથે તેમને સુપરવાઇઝર ગ્રેડ–૨માં પ્રમોશન આપવું જોઇએ. ટિ્રબ્યુનલ ચુકાદાથી નારાજ થઇ દિલ્હી સરકારે હાઇકોર્ટમાં આની સામે રીટ પિટીશન દાખલ કરેલ હતી.
આ કામમાં હાઇકોર્ટે બંને પક્ષકારોને દલીલો સાંભળીને ઉધોગિક અદાલતે ચુકાદો આપતા જણાવેલ હતું કે, તે સમયે આંગણવાડી વર્કરની સિવિલ પોસ્ટ ન હતી અને આંગણવાડી વર્કર નિિત સમય સુધીમાં કામ કરવાનું હતુ અને ત્યારબાદ એનજીઓ પાસે આર્થિક લાભ માટે કામ કરતા હતાં. જેને ડબલ નોકરી કરે છે તેમ ન ગણાય. વધુમાં જણાવેલ કે આંગણવાડી કાર્યકર્તાઓ અન્ય ક્રોત (અધર સોર્સ)માંથી કમાણી કરી શકે છે કારણ કે આંગણવાડી વળતર ઓછું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દિલ્હીના બધા મુદાઓ રદ કરી નોકરીમાં લેવામાં આવે તે તારીખ સુધીથી રિજેકટ થયાના પત્રથી તારીખના વચગાળાના સમયને નોશનલ ગણી જે તારીખે હાજર થાય ત્યારથી પુરા પગાર સાથે તમામ લાભ આપવા જોઇએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech