રાજ્યભરની જેલોમાં પોલીસના એક સાથે દરોડા, ગૃહ વિભાગની બેઠક બાદ કાર્યવાહી

  • March 25, 2023 05:15 AM 

Aajkaalteam

રાજ્યભરની જેલોમાં પોલીસના એક સાથે દરોડા પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગની બેઠક બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ જેલોની કાર્યવાહી પર ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે.


આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક અંદાજીત બે કલાક જેટલી ચાલી હતી. બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં પોલીસ દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી ગાંધીનગરથી તમામ સરપ્રાઈઝ ચેકિંગનું મોનીટરીંગ કરી રહ્યા છે.


ખાસ વાત એ છે કે, દરોડા પાડીને સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે ગયેલા પોલીસકર્મીઓએ બોડીવોર્ન કેમેરા પહેરેલા હતા. રાજ્યભરની તમામ જેલમાં તપાસનો ધમધમાટ ચાલું કરવામાં આવ્યો હતો. કેદીઓની સ્થિત કેવી છે એ સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. 


રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. 


આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.



રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર - ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application