ખંભાળિયામાં ત્રણ પેઢીનું એકસાથે કોરોના વેક્સિનેશન

  • April 01, 2021 07:37 PM 

કોરોના વાયરસને મ્હાત આપવાના એકમાત્ર રામબાણ ઈલાજ એવા કોરોના વેક્સિનેશનનું પ્રમાણ હવે દિવસે- દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકો કોરોનાની રસી લઈ અને આ રોગ સામે આરક્ષિત બની રહ્યા છે.

ખંભાળિયામાં પણ આરોગ્યતંત્રની જહેમત સાથે અનેક લોકો કોરોના વાઇરસની રસી લઇ રહ્યા છે. ગઈકાલે અહીંના જાણીતા બિલ્ડર સુધીરભાઈ પોપટના પરિવારમાં એક સાથે ત્રણ પેઢીએ કોરોના વેક્સિન લીધી હતી. આ પરિવારના વયોવૃદ્ધ વડિલ ભાનુબેન ભાણજીભાઈ પોપટ, સુધીરભાઈ પોપટ, તેમની કોરોના વોરિયર પુત્રી નેહાલી પોપટએ એકસાથે અહીંની ડૉ. રાજેશભાઈ ઠક્કરની ઠક્કર હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશન કરાવ્યું હતું.

કોઈપણ પ્રકારની આડઅસર ન થતા સંપૂર્ણ સલામત એવી આ કોરોના રસી લોકો લ્યે તેવી આગ્રહભરી હિમાયત ડૉ. નેહાલી પોપટ તથા સુધીરભાઈ પોપટ દ્વારા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS