પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢા બેમાંથી વધુ ધનવાન કોણ?

  • April 04, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વય સિવાય બંનેમાં કશું જ સરખુ નથી, રાઘવ પાસે તો પોતાનું ઘર પણ નથી
  • રાઘવની કુલ સંપત્તિ જેટલું તો પરિણીતી માત્ર એક મહિનામાં કમાય છે

 

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની લવ સ્ટોરી હવે જગજાહેર છે. તેમના રિલેશનને પરસ્પર ઉપરાંત પરિવારે પણ સંમત્તિ આપી દીધી છે અને બંને ટુંકમાં સગાઇ પણ કરવા જઇ રહ્યાના અહેવાલ છે. ત્યારે બંને અલગ ફિલ્ડના હોવા છતાં તેમની વચ્ચે કંઇક સમાનતા છે.  લોકોના મનમાં આ સવાલો આવવા લાગ્યા કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા કેટલી કમાણી કરે છે? બેમાંથી કોણ વધુ કમાય છે?  કોણ વધુ શિક્ષિત છે, તેમની વય કેટલી છે? 


 આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય છે અને પ્રોફેશને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નોમિનેશન સમયે, જ્યારે રાઘવ ચઢ્ઢાએ તેમની સંપત્તિની વિગતો આપી, ત્યારે જાણવા મળ્યું કે તેમની પાસે 37 લાખની સંપત્તિ છે અને તેમના માથા પર કોઈ પ્રકારની લોન નથી.


જ્યારે પરિણીતી ચોપરાની એક મહિનાની કમાણી રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી ચોપરા એક મહિનામાં 40 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ 60 કરોડની આસપાસ છે. તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.


રાઘવ પાસે કોઈ ઘર અને જમીન નથી, પરિણીતી પાસે મુંબઈમાં આલીશાન ઘર છે. પરિણિતી ચોપરાનું મુંબઈમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ છે, જેમાં લક્ઝુરિયસ ફર્નિચર અને બીજી ઘણી વસ્તુઓ છે. રાઘવ ચઢ્ઢા પાસે 13 લાખની કિંમતની 2019 મોડલ મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર છે, પરિણીતી પાસે Audi A6, Jaguar XJL અને Audi Q5 છે. પરિણીતી મોટાભાગે Jaguar XJLમાં જોવા મળે છે અને તે તેની સૌથી મોંઘી કાર છે.


રાઘવ ચઢ્ઢાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બી. કોમ કર્યા પછી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. જ્યારે પરિણીતી ચોપરાએ તેનું સ્કૂલિંગ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી હાઈસ્કૂલ, અંબાલામાંથી કર્યું છે. આ પછી પરિણીતીએ એલાયન્સ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ, ઈંગ્લેન્ડમાં એડમિશન લીધું. તે બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સની ડિગ્રી ધરાવે છે.



 વયની વાત કરીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંને 34 વર્ષના છે. 22 ઓક્ટોબર 1988ના રોજ જન્મેલી પરિણીતી ચોપરા 11 નવેમ્બર 1988ના રોજ જન્મેલા રાઘવ ચઢ્ઢા કરતા એક મહિના મોટી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application