BREAKING NEWS

ચાંદીમાં આગ ઝરતી તેજી...રૂ. 2,52,000 સાથે ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો સોનામાં કેટલો ભાવ વધ્યો

  • January 06, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી મજબૂતીના કારણે આજે તારીખ 6 જાન્યુઆરીના રોજ વાયદા બજારમાં ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ ચાંદીનો ભાવ રૂ.7,725ના ઉછાળા સાથે રૂ.2,44,788 પ્રતિ કિલો સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે બપોર સુધીમાં એમસીએક્સ પર ચાંદીના ભાવ 1.41 ટકા ઉછાળા સાથે રૂ.2,49,600 સુધી પહોંચી ગયા. તો આ તરફ રાજકોટની સ્થાનિક બજારમાં જીએસટી સાથે ચાંદીના ભાવ રૂ. 2,52,131 નોંધવામાં આવ્યા છે. સોનાના ભાવમાં રૂપિયા 800થી 1 હજારનો ઉછાળો પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. જીએસટી વિના સોનું રૂપિયા રૂ.1,37,000ની સપાટી પર ખુલ્યું હતું. જ્યારે રાજકોટમાં જીએસટી સાથે સોનાનો ભાવ રૂ.1,41,000ને વટાવી રૂ.1,41,149 પર પહોંચી ચૂક્યો છે.


સ્થાનિક બજારમાં ચાંદી રૂ.2,55,000ને પાર જઈ શકે

સોમવારે જીએસટી વિના ચાંદી રૂ.2,37,63 પર બંધ થઈ હતી. તથા આજે જીએસટી વિના ચાંદીએ 2,44,788ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ચૂકી છે. જ્યારે આજે જીએસટી વિના સોનું રૂ.1,36,909 પર ખુલ્યું હતું. જે 29 ડિસેમ્બર 2025ની સર્વોચ્ચ સપાટી કરતાં રૂ. 1,252 જેટલું સસ્તું હોવાનું નોંધાયું છે. રોકાણકારો માટે એમસીએક્સ પર ચાંદીના ભાવ રૂ.2,50,000ની સપાટી એક મોટી બાઉન્ડ્રી સેટ કરી છે. જ્યારે રૂ.2,40,000થી રૂ. 2,42,000 પ્રતિ કિલો વચ્ચે ચાંદીના ભાવને મજબૂત સમર્થન મળી રહ્યું છે. વાયદા બજારમાં જો ભાવ રૂ.2,50,000 પાર થશે તો ચાંદી સ્થાનિક બજારમાં રૂ.2,55,000ને પાર જઈ શકે છે.


ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત

આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણની અસર ચાંદી અને સોનાના ભાવ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 5.2 ટકા ઉછળીને 78.32 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગઈ છે. આમ, ગત વર્ષ 2025માં 147 ટકાનો વધારો નોંધાવ્યા બાદ ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત જોવા મળી રહે છે. સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે અમેરિકા દ્વારા ચાંદીને મહત્વપૂર્ણ ખનીજ જાહેર કરવામાં આવ્યા બાદ તેની માગનો વધારો થઈ રહ્યો છે. જ્યારે નિકાસમાં ઘટાડો થતાં ચાંદીને મોટું બળ મળી રહ્યું છે. 


ચાંદીના ભાવને નવું બળ મળ્યું

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલા ભૂ-રાજનૈતિકતાના કારણે ચાંદીના ભાવને નવું બળ મળ્યું છે. ગત સપ્તાહમાં ઘટાડા બાદ હવે વધુ એક વખત ચાંદીએ બજારમાં પોતાની વધુ મજબૂતી નોંધાવી છે. અમેરિકાએ શનિવારે વેનેઝુએલા પર હુમલો અને રાષ્ટ્રપતિ નિકોલસ માધુરીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેટ ચેતવણી આપી હતી કે કારાકાસે તેલ ક્ષેત્રને ઉધાર બનાવવા અને માદક પદાર્થોની તસ્કરી રોકવામાં અમેરિકાના પગલાંઓનો વિરોધ કર્યો છે તો વધારે સૈન્ય કાર્યવાહી પણ થઈ શકે છે. આમ બે દેશ વચ્ચે ચાલી રહેલા તનાવની અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application