ભારતના ટોચના તરણવીર આર્યન વિજય નેહરાએ વધુ એક સિધ્ધિ હાંસલ કરી સમગ્ર એશિયા ખંડમાં ભારતની આણ વર્તાવી છે, ફિલિપિન્સના ન્યુકલર્કમાં આયોજિત એશિયન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં તેણે સિલ્વર મેડલ હાંસલ કયુ છે.
આર્યનએ ૧૮ અને ઓવર ઓપન એઇજ કેટેગરીમાં ૮ મિનિટ અને ૦૩.૨૬ સેકન્ડસમાં ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ પૂર્ણ કયુ હતું અને આ સાથે જ તેણે તેની સ્વિમિંગ કરિયરનું પ્રથમ ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે સાંપ્રત સમયમાં આર્યન ભારતનો રાષ્ટ્ર્રીય ચેમ્પિયન છે તેમજ અનેકવિધ તરણ સ્પર્ધાઓમાં તેણે નવા રાષ્ટ્ર્રીય વિક્રમો સર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ ગુજરાત કેડરના હોનહાર આઇએએસ અને રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે, વિજય નેહરાના રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકેના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્યનએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સ્વિમિંગ પુલમાં પણ તાલિમ પ્રા કરી હતી જેથી આર્યનની આંતરરાષ્ટ્ર્રીય સિધ્ધિથી રાજકોટ સહિત દેશભરમાં ખુશીની લહેર દોડી ગઇ છે, સુપુત્ર આર્યનની આ સિધ્ધિ બદલ પિતા વિજય નેહરા ઉપર સર્વત્રથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech