સિહોર કોંગ્રેસ કાર્યકરે રોડના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને કર્યો વિરોધ

  • September 05, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 
કોંગ્રેસ અગ્રાણી દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો. સિહોર કોંગ્રેસ આગેવાન દ્વારા સેડના ખાડામાં ભાજપના ઝંડા રોપીને ખરાબ રોડના ખાડા પુરવા માટે પ્રશાસનને સંદેશ આપી વિરોધ કર્યો હતો. 
સિહોરના ભાવનગર રોડ પર કોંગ્રેસ આગેવાન ચેતન ત્રિવેદી દ્વારા ભુવામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. ભાવનગર રોડ પર પડેલા ખાડાઓમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા લગાવી દેવામા આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રોડ રસ્તાઓની ફરિયાદ હતી. સ્થાનિક લોકો તંત્રને ફરિયાદ કરીને થાકી ગયા હતા પરંતુ કામગીરી થતી ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી. ત્યારબાદ આજે આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન ચેતન ત્રિવેદી દ્વારા ભાજપ શાસકો ની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા-ખાડા ખાબોચિયા વાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી દીધા હતા. ભાજપના ઝેડા લઈ વિરોધ કરવા આવેલ કોંગ્રેસ કાર્યકર ચેતન ત્રિવેદી કોંગી આગેવાન અને લડાયક કાર્યકર્તા ચેતન ત્રિવેદીનો અનોખો વિરોધ, ખાડામાં ભાજપના ઝંડા રોપીને ખરાબ રોડના ખાડા પુરવા માટે આપ્યો સંદેશો, ચેતન ત્રિવેદી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા રસ્તા પર ભાજપના ઝંડાઓ રોપી દીધા છે. ખાડાઓ મોટા થાય કે પછી પ્રશાસન ધોર નિદ્રામાંથી જાગીને રસ્તા પરના ખાડા પુરે જેથી કરી ને જનતા ને ખરાબ રસ્તાના ત્રાસમાંથી  મુક્ત કરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application