સીદસર ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટ પ્રેરીત સદભાવ ગૃપ સિદસર દ્વારા આસપાસના ગામોને હરીયાળુ બનાવવાની નેમ

  • June 04, 2021 10:44 AM 

સદભાવ ગૃપના સભ્યો કે જેમનું વતન સીદસર ઉમીયા ધામ છે અને સીદસરમાં તેમજ બહાર સ્થાયી થયેલા સભ્યોનું પારીવારીક વ્હોટસેપ ગૃપ છે જે વર્ષ દરમ્યાન અસંખ્ય સેવાકીય કાર્યો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સીદસર વતનમાં કરે છે. 5 જૂન વિશ્ર્વ પયર્વિરણ દિન નિમીતે સીદસર ઉમીયા ધામ તેમજ આસપાસના ગામોને હરીયાળુ બનાવવાનો સભ્યો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. એક વૃક્ષનો ઉછેર કરવામાં 1800 પીયા જેવો ખર્ચ થાય છે, જેમાં 50 ટકા ખર્ચ સદભાવના ટ્રસ્ટ રાજકોટ ઉપાડશે, હાલમાં સભ્યો દ્વારા 475 વૃક્ષોના ખર્ચનું દાન મળી ચૂક્યું છે, સદભાવ ગૃપ દ્વારા 600 વૃક્ષોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વારાસળીથી ગીગણેશ્વર સુધીના રસ્તાની બન્ને બાજુ વૃક્ષો વાવવાની ઝુંબેશ દીવસે દીવસે શહેરીકરણ અને ઔદ્યોગીકરણથી વૃક્ષો ઘટતા જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે.

વૃક્ષો આપણા મિત્રો, છોડમાં રણછોડ છે આ વાત આપણે ભૂલતા જઈએ છીએ.. વૃક્ષો ઠંડક આપે છે, છાંયડો આપે છે, વરસાદ લાવે છે, વાતાવરણમાં ઓક્સિજન વધારે છે, સ્થળ ને સુંદરતા બક્ષે છે જે આપણી આંખ ને જોવી ગમે છે.

જુના જમાનામાં પાનેલી થી સિદસર વચ્ચે રસ્તા પર ઘણા વૃક્ષો હતાં તે આજે નથી,તો આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીને ફરીથી હરિયાળી લાવવા માંગીએ છીએ,તે માટે આપના સાથ સહકારની જરૂર છે.

અગાઉ પણ સદ્ભાવ ગૃપ સિદસર દ્વારા ઘણાજ સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યો થયા છે. આતો પયર્વિરણ ઉપયોગી કામ છે.. આથી સંપુર્ણ શ્રદ્ધા છે કે આપનો અદભુત સહયોગ મળશે. આપણે હાલ વારાસળી થી ગીગણેશ્વર 600 વૃક્ષો વાવવાનું ધ્યેય નક્કી કરેલ છે.

સમગ્ર ગુજરાતમાં આ માટે પુર જોશથી અભિયાન ચાલે છે તો સિદસર કેમ પાછળ રહે ?? અહીં તો મા ઉમિયા ની ધજા ફરકે છે.

એક વૃક્ષ વાવવાનો અને તેને ત્રણ વર્ષ સુધી ઉછેરવાનો ખર્ચ આમતો 1800 રુપિયા આવે છે પણ આપણે એક વૃક્ષ દીઠ 900 રુપિયા આપવાના છે. બાકીના 900 રુપિયા સદભાવના ટ્રસ્ટ રાજકોટ ભોગવશે. હાલમાં 475 વૃક્ષોનું દાન મળી ચૂકયું છે, સીદસર સદભાવ ગૃપ દ્વારા 600 વૃક્ષ વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીદસર યુવક મંડળના સભ્યો શ્રમદાન કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS