BREAKING NEWS

યુદ્ધની સાઈડ ઈફેકટ: રૂપિયા ૭૫,૦૦૦ કરોડના ડિવિડન્ડની આવક પર જોખમ

  • April 13, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, યુદ્ધવિરામ હવે જોખમમાં છે. યુએસ નેવી હોર્મુઝ સ્ટ્રેટને નાકાબંધી કરવાની તૈયારી કરી રહી છે, યારે ઈરાન કહે છે કે આમ કરવું યુદ્ધવિરામનું ઉલ્લંઘન હશે. આનાથી લાંબા સમય સુધી ઈરાન યુદ્ધ ચાલશે તેવો ભય વધ્યો છે. જો યુદ્ધ ચાલુ રહેશે, તો વૈશ્વિક કોમોડિટીના ભાવ ઐંચા રહી શકે છે, જેનાથી સરકારી કંપનીઓના નફા પર અસર પડશે. સરકારે આ નાણાકીય વર્ષમાં ડિવિડન્ડ અને અન્ય રોકાણોમાંથી ૭૫,૦૦૦ કરોડ એકત્ર કરવાનો લયાંક નક્કી કર્યેા છે. પરંતુ એક અહેવાલમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ હાંસલ કરવું મુશ્કેલ બની શકે છે.ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો સરકારી માલિકીની પેટ્રોલિયમ કંપનીઓના નફા પર ગંભીર અસર કરી શકે છે. ઈરાન યુદ્ધ પછી, ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર છે. ગયા નાણાકીય વર્ષમાં, પીએસયુ અને અન્ય ક્રોતોને ૭૮,૪૩૮ કરોડનો ડિવિડન્ડ મળ્યો હતો, જેમાં તેલ કંપનીઓનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો. આ સતત પાંચમું વર્ષ હતું યારે ડિવિડન્ડ કલેકશન બજેટ અંદાજ કરતાં વધી ગયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News