"યોદ્ધા "માં જોવા મળશે સિદ્ધાર્થની દમદાર એક્શન
2 મિનિટ 49 સેકન્ડનું ટ્રેલર રીલીઝ: ચાહકોને ઇન્તઝાર વધ્યો
ઘર્મા પ્રોડક્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ "યોદ્ધા "નું ટ્રેલર આજે રીલીઝ થયું છે. શરેશાહ પછી ફરી એક વખત સિદ્ધાર્થ મલ્હોત્રા ફોજીના યુનિફોર્મમાં જોવા મળશે. 2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલરમાં સિદ્ધાર્થ આતંકવાદીઓ સાથે જબરજસ્ત એક્શન કરતો નજરે પડે છે. તેના નવા એક્શન અવતારથી તેના ફેન ફિલ્મ જોવા આતુર બન્યાં છે.
ટ્રેલરમાં એક્શનની સાથે સિદ્ધાર્થ રાશિ ખન્ના સાથે રોમાન્સ કરતો પણ નજરે પડે છે. સિદ્ધાર્થની ફિલ્મનું એક્શન અને રોમાંસ ભરેલું ટ્રેલર ગજબનાક આતુરતા જગાવે છે.
સિદ્ધાર્થ અને રાશીની આ એક્શન થ્રિલર ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત છે. બંનેએ સાથે મળીને વાર્તા પણ લખી છે. નિર્માણ ધર્મા બેનર હેઠળ ફિલ્મ બની છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રાશિ ઉપરાંત દિશા પટણી પણ જોવા મળશે. ટ્રેલરમાં દિશા પટાનીની એક નાની ઝલક પણ જોવા મળે છે.
ફેન્સના પ્રતિભાવો
કેટલાક લોકોને સિદ્ધાર્થની એક્શનથી ભરપૂર સ્ટાઇલ અને દેશભક્તિ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'સિદ્ધાર્થ પર યુનિફોર્મ ખૂબ જ સારો લાગે છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'સિદ્ધાર્થ એક્શન સિક્વન્સ ખૂબ જ સારી રીતે કરે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જ્યારે સિદ્ધાર્થ ટ્રેલરમાં શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ આપે છે અને તે ખૂબ જ સુંદર લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech