દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુ એમ્બ્યુલસના તબીબો દ્વારા બીમાર ભેંસની સર્જરી કરાઈ

  • June 30, 2021 10:33 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા ચાલી રહેલી 1962 પશુ એમ્બ્યુલન્સ દ્વારા અનેક અબોલ પશુઓની નોંધપાત્ર સારવાર કરવામાં આવે છે. એમ.વી.ડી. 1962 દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કોરાળા ગામના રહીશ એવા એક આસામીની ભેંસ છેલ્લા ઘણા સમયથી બીમાર હોય, અને સગર્ભા એવી આ ભેંસનું શિંગડું હાલતું હોવાથી આ અંગે 1962 ને જાણ કરવામાં આવી હતી. આથી કોરડા ગામે પહોંચેલા ડોક્ટર રીસી ભાસ્કર તથા પાયલોટ રાજુભાઇ વાળાએ ચેકિંગ કરતા આ ભેંસને શિંગડાનું કેન્સર હોવાનું ધ્યાને આવ્યું હતું.

આના અનુસંધાન 1962 સ્ટાફ દ્વારા ઉપરોક્ત ભેંસનું સ્થળ પર જ ઓપરેશન કરી અને શિંગડું કાઢી નાખવામાં આવ્યું હતું. આ સફળતાપૂર્વકની સર્જરીએ ભેંસને પીડામાંથી મુક્તિ અપાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)