શુભમન ગિલની ઈજા ઘણી ગંભીર છે. એક રિપોર્ટ અનુસાર તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ગિલની ગેરહાજરીમાં અભિમન્યુ ઇશ્વરનને તક મળી શકે છે.
શુભમન ગિલની ઈજાને લઈને મોટી માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ગિલના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. તેથી તેની ઈજા ઘણી ગંભીર છે. ગિલ પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ગિલની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા અભિમન્યુ ઈશ્વરનને તક આપી શકે છે.
વાસ્તવમાં શુભમન ગિલ પર્થ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેની સાથે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ હાજર હતા. ગિલ શનિવારે કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાન છોડી ગયો અને પાછો ફર્યો નહીં. શુભમનને સ્કેનિંગ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક ન્યૂઝ પોર્ટલના જણાવ્યા મુજબ ગિલના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. તે પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે.
ગિલની ગેરહાજરીમાં અભિમન્યુને ડેબ્યૂ કરવાની તક
શુભમન ટીમ ઈન્ડિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે. જો તે પર્થ ટેસ્ટ પહેલા ફીટ નહીં થાય તો અભિમન્યુ ઈશ્વરનને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ભારત A ટીમનો ભાગ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અભિમન્યુનો રેકોર્ડ સારો છે. પરંતુ હજુ સુધી ટીમ ઈન્ડિયા તરફથી રમી શક્યા નથી. તેણે 101 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7674 રન બનાવ્યા છે. તેણે લિસ્ટ Aમાં 3847 રન બનાવ્યા છે.
દેવદત્ત પડિકલ પર પણ નજર
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા દેવદત્ત પડિકલને ઓસ્ટ્રેલિયામાં જ રોકી શકે છે. તે મુખ્ય ટીમનો ભાગ નથી. પરંતુ ભારત A તરફથી રમી રહ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન દેવદત્ત લયમાં દેખાતા હતા. તેણે ઓસ્ટ્રેલિયા A સામેની મેચમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જ મેચમાં એક દાવમાં 36 રન બનાવ્યા હતા. જો કે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech