ખંભાળિયામાં આવેલા બંગલાવાડી વિસ્તારમાં સ્થિત ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે સોમવાર તારીખ 25 થી રવિવાર તારીખ 1 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
અહીંના સ્વ. કેશવ સંદીપભાઈ ખેતિયાની પુણ્ય સ્મૃતિમાં યોજવામાં આવેલી આ ભાગવત કથામાં જાણીતા કથાકાર શાસ્ત્રી વિજયભાઈ ડી. ભટ્ટ (ડોમ્બીવલી-મુંબઈવાળા) બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે.
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ સાથે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ તેમજ જિલ્લા હોમગાર્ડસ આયોજિત આ સપ્તાહ દરમિયાન સોમવારે "બેટી બચાવો - બેટી પઢાવો" બેનર પ્રદર્શન, મંગળવારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની કીટનું વિતરણ, બુધવારે સાંજે 3 થી 6 દરમ્યાન સર્વરોગ નિદાન કેમ્પ, ગુરુવારે નેત્ર નિદાન તેમજ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો કેમ્પ, શુક્રવારે એવોર્ડ વિતરણ, શનિવારે રક્તદાન કેમ્પ તેમજ રવિવારે વ્યસન મુક્તિ અને કેન્સર અવેરનેસ બેનર પ્રદર્શન સહિતના જુદા જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
આ પ્રસંગે તમામ સાત દિવસના ભોજન પ્રસાદીના દાતા તરીકે શ્રી ભીખુભા હરિસિંહ વાઢેરનો સહયોગ સાંપડ્યો છે. દરરોજ સવારે 9 થી 12:30 તેમજ બપોરે 3 થી સાંજે 6:30 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને જાયન્ટસ ગ્રુપના પ્રમુખ હિતીશા (હેલી) સંદીપભાઈ ખેતિયા તેમજ બિનલબેન જોશી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજન માટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, રામદેભાઈ જોગલ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપભાઈ વ્યાસ (એડવોકેટ) અને રવિભાઈ દવેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech