વૃજલાલ બથિયા પરિવાર દ્વારા ભાગવતનું આયોજન કરાયું
સલાયા લોહાણા મહાજનમાં વર્ષોથી સેક્રેટરી તરીકે સેવા આપતા અને સલાયાની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ એવા વડીલ વૃજલાલ રાઘવજીભાઇ બથિયા પરિવાર દ્વારા તારીખ 6.4.25 થી 12.4.25 સુધી ગોકુલ મુકામે "યમુના નિકુંજ" માં સમસ્ત પિતૃઓના કલ્યાણર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને પ્રખર કથાકાર પૂજ્ય શ્રી વિનીતભાઈ શાસ્ત્રીજી (ગોકુલ વારા) બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આગામી તા. 9 ના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તેમજ તા. 10ના રોજ શ્રી ગિરિરાજજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. તા. 13ના રોજ બ્રહ્મભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. કથા વાંચનનો સમય સવારે 9 થી 12 તેમજ સાંજે 4 થી 7 નો રાખવામાં આવેલ છે, આમ આ સુંદર આયોજનની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના 99 ટકા લોકો પોતાના ધર્મ પર કાયમ, ધર્મ પરિવર્તનમાં અમેરિકા સૌથી આગળ
April 22, 2025 04:23 PMરેલવેની મોટી સફળતા: ઋષિકેશથી કર્ણપ્રયાગ 7 કલાકને બદલે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે
April 22, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech