ધ્રોલ મુકામે નાથાબાપા ભગતની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે આજથી શ્રીરામ કથાનું આયોજન

  • March 01, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે:કથામાં વેદાંતાચાર્ય ડૉ. દિલીપજી વ્યાસ (મોરબીવાળા) કથાનું રસપાન કરાવશે.


ધ્રોલ તાલુકાના માવાપર ગામે પટેલ જ્ઞાતિમાં રાણીપા પરિવારમાં જન્મેલા પરમ પૂજય નાથાબાપા ભગતે તેમના માતા જેઠીમાં અને તેમના ગુરુ વંદનીય નાથાબાપા ભગત અને આંબાબાપા ભગતના આશીર્વાદથી ભક્તિની પ્રેરણા મળી. છેલ્લા ૪૮ વર્ષ થયા શ્રી રામ નામને ધમ-ધમતું કર્યુ. હરિદ્વાર અને અયોધ્યામાં હરિનામને સીધ્ધ કરી અંદાજે ૪૦૦ થી ૪૫૦ ગામોમાં પ્રભાત ફેરી સાથે શ્રી રામ ધુન શરૂ કરાવી છે.

અનેક વ્યક્તિઓને હરિ નામ લેતા કર્યા. અનેક તીર્થ ધામોમાં શ્રી રામ ધુન કરી પછી અયોધ્યામાં જઈને શ્રી રામ નામના મંડાણ મુકયા. પછી તો પુજય બાપાની કીર્તિ પ્રકાશ પાડવા લાગી અને અનેક જગ્યાએ શ્રી રામ ધુન ચાલુ થઈ તેના પ્રેરણારૂપ બન્યા. પછી તો સમય જતા ફાગણ સુદ-૧૦ને તા. ૧૬-૦૩-૨૦૧૯ના રોજ સાકેત ધામ સીધાવ્યા તેના આજે ૬ વર્ષ પૂર્ણ થાય છે. તે પોતે દેહ રૂપે સાથે નથી પણ તેમની ચેતના રૂપ સાથે જ છે. તેની સ્મૃતિ હેતુએ  નાથાબાપા ભગતની છઠ્ઠી પુણ્યતિથી કાર્યક્રમ ધ્રોલ મુકામે ૧૩ માસના અનુષ્ઠાન રૂપે અખંડ શ્રી રામ ધુન ચાલે છે ત્યાં તે જ અંતર્ગત શ્રી રામનામના મહિમાં સાથે ૯ દિવસ શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ તા. ૦૧-૦૩-૨૦૨૫ થી તા. ૦૯-૦૩-૨૦૨૫ સુધી ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ધ્રોલના રાજકોટ રોડ પર આવેલા હિરાના કારખાન ખાતે ૧૩ મહિનાની અનુષ્ઠાનની અખંડ રામધૂન ચાલી રહી છે ત્યાં શ્રી રામ ધામ આશ્રમ ધ્રોલ પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતની છઠ્ઠી પૂણ્યતિથિ નિમિત્તે શનિવારથી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા વેદાંતાચાર્ય ડૉ. દિલીપજી વ્યાસ (મોરબીવાળા) કથાનું રસપાન કરાવશે.

રામકથાના જ્ઞાન યજ્ઞ તા:- ૧/૩/૨૦૨૩ ને શનિવાર થી કથા પ્રારંભ થશે, કથાનો સમય બપોરના ૨:૦૦ થી સાંજના ૬ :૩૦, અને ૯/૩/૨૦૨૩ ને રવિવારે કથા પૂણાર્હુતિ થશે, સવારના ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી દરરોજ નવ દિવસ સુધી પ્રસાદ ચાલુ રહેશે.


 -૯ દિવસ શ્રી રામનામની રમઝટ સાથેની કાર્યસુચિ-


તા. ૦૧-૦૩-૨૦૨૫, શનિવારે વહેલી સવારે શ્રી અન્નપૂર્ણા માતાજી તથા અગ્નિ નારાયણની પૂજા અર્ચના, સવારે ૯:૦૦ વાગ્યાથી પોથી યાત્રા (આંબા ભગતની જુની જગ્યાથી),૯ દિવસ શ્રી રામનામના મહિમા સાથે શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ, તા. ૦૨-૦૩-૨૦૨૫, રવિવારે સવારે ૯:૦૦ વાગ્યા થી બ્લડ ડોનેશન કેમ્પ, તા. ૦૪-૦૩-૨૦૨પ, મંગળવારે રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ શ્રી રામ વિવાહ કાર્યક્રમ, તા. ૦૭-૦૩-૨૦૨૫, શુક્રવારે રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ શ્રીરામ- હનુમાનજી મીલન તથા શબરી નવધા ભકિત, તા. ૦૯-૦૩-૨૦૨૫, રવિવારે વહેલી સવારે અયોધ્યાથી આવેલ શ્રી રામલલ્લાની ચરણપાદુકાની પુજન તથા મહાઆરતી,બપોરે ૧૨:૩૦ કલાકે કથા વિરામ પૂર્ણાહુતી તથા બ્લડ ડોનેશન કેમ્પ,રાત્રે ૮:૪૦ કલાકે ૧૦૦૮ દિપથી પુજય બાપાને શ્રધ્ધાંજલી રૂપે મહાઆરતી (પૂજય સંતશ્રી નાથાબાપા ભગત સકાતેધામ સિધાવ્યા સમય : રાત્રે ૮:૪૦ કલાકે  રાખવામાં આવ્યું તમામ ધૂન માં સેવા આપતા પ્રતિનિધિઓ તથા નાથાબાપાના ભાણેજ બાબુભાઈ ગોપાણી આયોજકની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application