છાંયાની શ્રી સ્વામીનારાયણ બી.કોમ કોલેજે જીલ્લાકક્ષાએ કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન

  • August 20, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છાંયાની શ્રી સ્વામીનારાયણ બી.કોમ કોલેજનું શ્રેષ્ઠ પરિણામ જાહેર થયું છે.
છાંયાની શ્રી સ્વામીનારાયણ ગુ‚કુળ છેલ્લા ત્રણ દાયકાથી મેનેજમેન્ટ કોમર્સ,લો,નર્સિંગ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સહિતના વિવિધ અભ્યાસક્રમો ખુબ જ અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થિત અને સુનિયોજિત રીતે ચલાવી રહ્યું છે.વ્યક્તિત્વ વિકાસ સાથે આધુનિક સમયની માંગને પહોંચી વળવા સંસ્થા હંમેશા અગ્રેસર રહે છે અને અલગ અલગ સેમીનાર અને ઔદ્યોગિક પ્રવાસો દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી રીતે તૈયાર કરે છે,ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.કોમ. સેમ-૪ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પોરબંદરની શ્રી સ્વામિનારાયણ હર્ષાબેન પદુભાઇ રાયચુરા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ ક્રમ મેળવતા અનોખી સિદ્ધિ હાંસલ કરે છે તેમાં ભુમી મદલાણી ૮૬.૨૯ %સાથે કોલેજ કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ, ભુમી કાનાણી ૮૪.૫૭ % સાથે કોલેજ કક્ષાએ દ્વિતીય (કોસ્ટ એકાઉન્ટ વિષયમા ૧૦૦ માથી ૧૦૦ ગુણ) અને   પાયલ કોટીયા ૮૩.૫૭ % મેળવી કોલેજ કક્ષાએ ત્રિતિય ક્રમ, આરતી તન્ના ૮૨.૨૯% સાથે કોલેજ કક્ષાએ ચોથો ક્રમ અને પ્રિયલ જુંગી ૮૦.૮૬% મેળવી કોલેજ કક્ષાએ પાંચમો ક્રમ મેળવ્યો છે જ્યારે જોષી સાહિલ ૮૦% મેળવી સંસ્થાનુ ગૌરવ વધારેલ છે. 
આ તકે તમામ  વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ છાયા-પોરબંદર સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, સંસ્થાના પેટ્રન ટ્રસ્ટી દીપકભાઇ જટાણીયા, ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા અને હરસુખભાઈ બુદ્ધદેવ તથા શ્રી સ્વામીનારાયણ ગુ‚કુલ સંસ્થાના વિભિન્ન વિભાગના આચાર્યોએ પણ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application