જામનગર, જોડિયા અને ધ્રોલ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં પીવાના પાણીની તંગી

  • June 15, 2021 10:23 AM 

ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા પાણી પૂરવઠા વિભાગની બેદરકારી અંગે પાણી પૂરવઠામંત્રીને રજૂઆત

જામનગર, જોડિયા અને ધ્રોલ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં હાલ પીવાના પાણીની મુશ્કેલી છે, હાલ ઉનાળાની સીઝન હોય પાણીની જરીયાત વધુ છે, જ્યારે પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ ન હોય બહારથી પાઇપલાઇન મારફત કે ટેન્કર વડે પાણી પું પાડવું પડે તેમ છે.

આ માટે જામનગર તાલુકાના રામપર, ઢીંચડા, રાવલસર, નેવીમોડા, નાની માટલી, નાનાથાવરીયા, મોટા થાવરીયા, ચેલા-2, ઠેબા, મસીતીયા વાડી વિસ્તાર, ખંભાલીડા નાનાવાસ, ખંભાલીડા મોટાવાસ, ધ્રોલ તાલુકાના લતીપુર, મોટા ગરેડીયા, જોડિયા તાલુકાના બાલંભા અને કુનડ ગામોને તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવા જામનગર પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓને અને રાજ્ય સરકારમાં ધારાસભ્યએ અવાર-નવાર રજૂઆત કરેલ.

પરંતુ આ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા જામનગર પાણી પૂરવઠા વિભાગ અને સંબંધિત રાજ્યના પાણી પૂરવઠા અધિકારીઓ દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ ત્રણેય તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન યથાવત છે.

જેથી આ બાબતે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને સ્થાનિક પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓ અને રાજ્ય અધિકારીઓની બેદરકારી બાબતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ ભારપૂર્વક રજૂઆત કરેલ છે અને યુઘ્ધના ધોરણે પીવાના પાણીનો પ્રશ્ર્ન નિવારવા જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS