BREAKING NEWS

યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબાર: સુપરમાર્કેટમાં ઘૂસેલા હુમલાખોરે બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા

  • April 18, 2026 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેનની રાજધાની કિવના હોલોસિવસ્કી જિલ્લામાં શનિવારે એક ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. એક અજ્ઞાત હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને બે લોકોની હત્યા કરી દીધી છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હુમલાખોર હાલ એક સુપરમાર્કેટની અંદર છુપાયેલો છે. પોલીસ અને વિશેષ દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરને પકડવા માટે 'સ્પેશિયલ ઓપરેશન' શરૂ કરવામાં આવ્યું છે.


સુપરમાર્કેટમાં હજુ પણ ફાયરિંગ ચાલુ
મેયરના જણાવ્યા અનુસાર હુમલાખોર સુપરમાર્કેટની અંદરથી સતત ગોળીબાર કરી રહ્યો છે. મેડિકલ સ્ટાફે અત્યાર સુધીમાં બે વ્યક્તિઓના મોતના સમાચાર આપ્યા છે. સુરક્ષા દળો અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે જેથી સુપરમાર્કેટમાં હાજર અન્ય નિર્દોષ નાગરિકોને બચાવી શકાય. પોલીસ આ હુમલા પાછળનો હેતુ શું છે તેની તપાસ કરી રહી છે. હાલમાં સ્થાનિક લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News