શહેરમાં ભારે ગમગીની છવાઇ : ત્રણ દિવસથી ગુમસુમ રહેતા યુવકે વિજરખી ડેમમાં ઝંપલાવ્યુ : ફાયર બ્રિગેડે યુવાનનો મૃતદેહ બહાર કાઢયો : સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી
જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારીનું ભાઈબીજના દિવસે હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં પતિએ પણ વિજરખી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે. પત્નીના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા યુવાને ડેમમાં પડતુ મુકીને જીવનનો અંત આણી લેતા ભારે ગમગીની છવાઇ ગઇ છે, સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં ગોકુલ નગર નજીક શ્યામ નગરમાં રહેતા અને મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ તાજેતરમાં જ મેટરનીટી લીવ પર ઉતયર્િ હતા, અને માવતરે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા. જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે બાથરૂમમાં નાહવા માટે જતાં તેણીને હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ પછી તેના પતિ જોગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ (30) જેઓ આઘાતમાં સરકી ગયા હતા અને ગુમસુમ કહેતા હતા આ બાબતનું મનમાં લાગી આવ્યુ હતું, દરમ્યાન ગઇકાલે લાભ પાંચમના દિવસે બપોર બાદ ઘરેથી નીકળી ગયા હતા અને જામનગર નજીકના વિજરખી ડેમ પર પહોંચ્યા હતા, અને ત્યાં ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે.
આ બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી હરદેવસિંહ તથા ભાવેશભાઇ સહિતની ટુકડી બનાવના સ્થળે દોડી ગઇ હતી અને ફાયર શાખાની ટીમની મદદ લીધી હતી, ફાયરના જવાનોએ પાણીમાથી જોગેશભાઈ નકુમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના જુના નાગના નાગેશ્ર્વરપાર્ક પ્લોટ નં. 14 ખાતે રહેતા અને ફાઇનાન્સમાં નોકરી કરતા જોગેશભાઇ પરસોતમભાઇ નકુમના પત્ની સેજલબેન ત્રણેક દિવસ પહેલા એટેક આવતા મૃત્યુ પામ્યા હોય અને તેને સંતાનમાં એક દિકરી બે માસની હોય દરમ્યાન જોગેશભાઇ ગુમસુમ રહેતા હતા જેના કારણે મનમાં લાગી આવતા પોતાની મેળે વિજરખી ડેમમાં ઝંપલાવી દેતા ડુબી જવાથી મૃત્યુ થયુ હતું. આ અંગેની જાણ પંચકોશી-એમાં પરસોતમભાઇ નકુમ દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પત્નીના મૃત્યુ બાદ ટુકા ગાળામાં પતિએ પણ અનંતની વાટ પકડતા ભારે કણાંતીકા સર્જાઇ છે. પરિવાર તથા પોલીસબેડા સહિતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે અને બનાવના કારણે સતવારા સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech