શિવરાજપુર બીચ વોટર સ્પોટર્સ એકટીવીટીઝ મંજુરીના અભાવે બંધ

  • December 30, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોટર સ્પોટર્સના રજીસ્ટ્રેશનના પ્રશ્નોના નિકાલ માટે યોજાતી બેઠક


યાત્રાધામ દ્વારકાની ભાગોળે સ્થિત શિવરાજપુર બીચ ખાતે લાંબા સમયથી વોટર સ્પોર્ટસ એકટીવીટીઝ મંજૂરીના અભાવે બંધ હાલતમાં હોય, જેના કારણે સ્થાનીય સેંકડો પરિવારોના રોજીરોટીના પ્રશ્નો ઊભા થયા હોય આ અંગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બીચ પર વોટરસ્પોર્ટસ એકટીવીટીઝ શ કરવા માંગ સમયાંતરે ઉઠવા પામી હોય આમ છતાં હજુ સુધી શ થઇ નથી.


તાજેતરમાં રાજયમંત્રી (વન અને પ્રવાસન) મુળુભાઈ બેરાએ શિવરાજપુર બીચ ખાતે વોટરસ્પોર્ટસ એકટીવીટીઝના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે ઊભા થયેલ પ્રશ્નો અંગે વાહનવ્યવ્હાર વિભાગના સંયુકત સચિવ તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચીફ નોટીકલ ઓફીસર સામે બેઠક યોજી આ પ્રશ્નોના તાકીદે નિકાલ અંગે સૂચનાઓ આપી હતી. આ ટેલીફોનીક મીટીંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application