હર...હર...મહાદેવનાં નાદ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ

  • March 05, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજા રોહણ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે  સંતો ,મહંતો, મેયર, ધારાસભ્ય, કલેક્ટર, રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિર પરિસર ખાતે હર હર મહાદેવ, જય ભવનાથ, જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભવનાથ મંદિર ઉપરાંત તળેટી વિસ્તારમાં આવેલ અખાડાઓમાં પણ સંતો મહંતોના હસ્તે ધજા ચડાવવામાં આવી હતી. ચાર દિવસ સુધી  તળેટી વિસ્તારમાં ભજન ,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે અન્ન ક્ષેત્રો ઉતારા મંડળ ધમધમશે અને હરીહરનો નાદ ગુંજી ઉઠશે. પ્રથમ દિવસે બપોર સુધી ભાવીકોની પાંખી  હાજરી જોવા મળી હતી જોકે રાત્રિથી તળેટી તરફ લોકોનો પ્રવાહ વધશે.

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ એવા  મહાશિવરાત્રી મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે આજે સવારે ભવનાથ મહાદેવ મંદિરે સંતો મહંત રાજકીય આગેવાનોએ દર્શન પૂજન કયર્િ બાદ જય ભવનાથ હર હર મહાદેવ ના નાદ સાથે શાસ્ત્રોત વિધિ સાથે ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરના મહંત હરિગીરીબાપુ, મુક્તાનંદ બાપુ,ઇન્દ્રભારતી બાપુ, મહાદેવ ગીરીબાપુ, શેરનાથબાપુ, મહેશગીરીબાપુ, હરીહરાનંદ બાપુ જયશ્રી કાનંદગીરીજી, સેલજાદેવીજી,  ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, દંડક અરવિંદભાઈ ભલાણી , શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, અન્નક્ષેત્ર  અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, કલેકટર અનિલ રાણા વસિયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશનર, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર એભાભાઈ કટારા, આરતીબેન જોષી, યોગીભાઈ પઢીયાર, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ની સંસ્થાઓ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ મંદિર ઉપરાંત મંદિર ખાતે આવેલ કાળભૈરવ દાદા ને પણ ધજા ચડાવવામાં આવી હતી.

ભવનાથ મંદિર ધ્વજા રોહણ  બાદ  તળેટીમાં આવેલ જુના અખાડા, પંચ અગ્નિ અખાડા અને આહવાન અખાડા, ભારતી આશ્રમ ખાતે વિધિવત ધ્વજા ચડાવવામાં આવી હતી. ઉતારા અને અન્નક્ષેત્ર દ્વારા સુદર્શન તળાવ ખાતે સ્નાનવિધિ કરવામાં આવી હતી. ભવનાથના મુખ્ય અખાડાઓમાં ધ્વજારોહણ સાથે તળેટી વિસ્તારમાં આવેલ તમામ મંદિરોમાં ધજા ચડાવવામાં આવી હતી આ તકે તળેટી વિસ્તાર ભગવા રંગ થી રંગાયું હતું. વિધિવત મેળાના પ્રારંભ થતાં જ ભવનાથ વિસ્તારમાં આવેલ 250 થી વધુ અન્ન ક્ષેત્રો અને ઉતારાઓમાં હરિહર નો નાદ ગુંજી ઉઠ્યો હતો ભાવિકોને ભાવતા ભોજન પીરસવામાં આવી રહ્યા છે. સવારે ચા નાસ્તો બપોરે અને સાંજે ભોજન માં ભાવતા ભોજન પીરસવામાં આવશે. તળેટીમાં નાગા સાધુઓ એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે અને કોઈ સાધુ ચા, રોટલી પુરી, દૂધ સહિતનો પ્રસાદ પોતાના હાથે પીરસશે. સાધુઓ ચિલમની ફૂકણી કરશે નાની વયથી લઈ મોટી જટાધારી અવસ્થામાં દર્શન આપશે.આજે બપોરે સુધી જોવા મળી હતી પરંતુ રાતથી લોકોનો પ્રવાહ તળેટી વિસ્તારમાં ઉમટશે.
મેળા ને લઈ ભવનાથ મંદિર સહિતની તળેટી વિસ્તારના આવેલા મંદિરોને રોશની શણગાર કરવામાં આવ્યા છે. તમામ મંદિરોમાં રંગબેરંગી રોશની થી રાત્રે અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આજે રાતથી તળેટીમાં ઉતારામાં ભજન ભોજન ને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. તળેટીમાં આવેલ વિવિધ ઉતારાઓમાં લોક ડાયરા, ભજન, દુહા, છંદ, હાસ્ય રસ ઉપરાંત નામાંકિત કલાકારો દ્વારા સંગીતમય ગીતો રજૂ કરાશે.

મેળા પ્રારંભ પૂર્વે એસટીની 25 બસ દ્વારા 600 મુસાફરોનું પરિવહન

મહાશિવરાત્રી મેળાને લઇ બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી જવા એસટી વિભાગ દ્વારા 75 મીની બસ રાખવામાં આવી છે ગઈકાલે મેળા પ્રારંભ પૂર્વે એસટીની બસો શરૂ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે 25 બસ  દ્વારા 600 મુસાફરો એ પરિવહન કર્યું હતું. હજુ આજથી મેળા નો પ્રારંભ થયો છે ત્યારે ટ્રાફિકમાં વધારો થશે તેમ એસટીની બસોમાં પણ વધારો કરવામાં આવશે તેમ જુનાગઢ એસટી ડેપો મેનેજર મકવાણા એ જણાવ્યું હતું.

પ્રકૃતિ ધામ ખાતે આજથી ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ

મહાશિવરાત્રીના મેળામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો લોક ડાયરા-સંતવાણીની રંગત જમાવશે. જૂનાગઢ જિલ્લ ા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેળામાં પધારતા ભાવિકો માટે   આજથી ત્રણ દિવસ સુધી પ્રકૃતિ ધામ ખાતે જાણીતા કલાકારો ભગવાન મહાદેવની આરાધના સાથે લોક સાહિત્યની પ્રસ્તુતિ સાથે જમાવટ કરશે. જૂનાગઢ ભવનાથમાં પ્રકૃતિ ધામ ખાતે આયોજિત થનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે રાત્રે સાંઈરામ દવે, ગીતાબેન રબારી અને શિવરાજ વાળા, આવતીકાલે  કિર્તીદાન ગઢવી, અમુદાન ગઢવી, જીતુ દાદ અને જગદીશ માહેર અને તા.7ના રોજ ભૂમિ ત્રિવેદી, અનિરુદ્ધ આહિર, દિપક જોશી અને દિવ્યેશ જેઠવા પોતાના આગવા અંદાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો  રજુ કરશે દરરોજ સાંજે 7 કલાકે નામાંકિત કલાકારો કાર્યક્રમની રમઝટ બોલાવશે.

ભાવિકો માટે દૂધ-છાશ વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા  ભાવ સંબંધિત ફરિયાદ માટે કંટ્રોલમ
મેળા દરમિયાન ભવનાથ તળેટી વિસ્તારમાં  દૂધ, છાશ, એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના એમઆરપી કરતા ભાવ વધુ લઈ શકાશે નહીં.મેળા દરમિયાન મહેર સમાજ, દત્ત ચોક પાસે શક્તિ કોલ્ડ્રીંક્સ, કલ્યાણ ચોક પાસે બજરંગ પાન, ભવનાથ રીંગરોડ (અભય ડેરી) અને ભરવાડ સમાજની વાડી પાસે ગિરનાર દરવાજા (કનૈયા ડેરી) ખાતે દૂધ તથા છાશ વિતરણ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે આ ઉપરાંતજૂના ભવનાથ પોલીસ સ્ટેશનની સામે આવેલ જગ્યા પર મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટમાં એક હંગામી દુકાન (ભવનાથ પ્રોવિઝન સ્ટોર)માં જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ વ્યવસ્થા કરવામાં આવી છે. આવશ્યક ચીજ વસ્તુઓ સંબંધિત ફરિયાદ માટે સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી ભવનાથ ખાતે નંબર (0285) 2621435 અને (0285) 2622011 ઉપર નાગરિકો ફરિયાદ નોંધાવી શકશેે.


ભવા મહાદેવ મંદિરે ધ્વજારોહણ
ભવા મહાદેવ મંદિરે ધ્વજા રોહણ કરાયું. ધજાજીું કલેકટર અલિ રાણા વસીયા મેયર ગીતાબે રમાર, સ્ટેન્ડિંગ ચેરમે હરેશભાઈ રસાણા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, એસી હર્ષદ મહેતા, કમિશર ડો.ઓમપ્રકાશ ભવા મંદિરા મહંત હરિ ગીરીબાુ ભારતી આશ્રમા મહાદેવ ગીરીબાુ અન્ન ક્ષેત્ર ઉતારા મંડળા ભાવેશભાઈ વેકરીયા તા રાજકીય સામાજિક આગેવાોી ઉસ્િિતમાં ૂજ અર્ચ કરી ધ્વજારોહણ સો મેળાો વિધિવત પ્રારંભ યો હતો આ તકે એસી અે કલેકટર દ્વારા ભવા મંદિરે ૂજ કરાયું હતું.


મનપા દ્વારા 105 ટન ધૂળ પથ્થર અને 42 ટન કચરાનો નિકાલ કરાયો

મહાશિવરાત્રી મેળાને લઇ તળેટી વિસ્તારમાં સફાઈ યોગ્ય રીતે થાય તે હેતુથી કમિશનર ડો ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશનર ઝાપડા, સેક્રેટરી અને સેનિટેશન કલ્પેશ ડોલીયા ના માર્ગદર્શન હેઠળ ભવનાથ તળેટીના મુખ્ય માર્ગોમાં જેસીબી, ટ્રેક્ટર ટ્રેલર સહિતના વાહનો દ્વારા સુપરવાઇઝર અને 40 કામદારોની ટીમ દ્વારા ધૂળ પથ્થર ઉપડાવી માર્ગો સ્વચ્છ કરવામાં આવ્યા હતા .જેમાં 105 ટન ધૂળ પથ્થર અને 42 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મૃગી કુંડ અને દામોદર કુંડની સફાઈ પણ કરવામાં આવી હતી. ભવનાથ મેળા વિસ્તારમાં સેનિટેશન શાખાનો સોલિડ વેસ્ટ વિભાગ નો કંટ્રોલરૂમ પ્રારંભ કરવામાં આવ્યો છે. મેળા ને લઇ 57 એકર વિસ્તારમાં ડોર ટુ ડોર સફાઈ થઈ શકે તે માટે 11 વાહનો મારફત કચરાનું પરિવહન કરવામાં આવી રહ્યું છે જેમાં 1 લાઇઝન ઓફિસર,10 સુપરવાઇઝર, 180 સેનેટરી ઇન્સ્પેક્ટર તથા 330 કામદારો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. મેળા વિસ્તારમાં સ્વચ્છતા સંબંધી અને કચરા કલેક્શન તથા સફાઈ અંગેની કોઈપણ ફરિયાદ માટે રાજેશ ત્રિવેદી-9428953499, વિનાયક ગોસ્વામી -7486040097, મનીષ દોશી-7486040100 નંબર પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application