ખંભાળિયા બન્યું શિવમય: વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

  • March 11, 2021 10:38 AM 

ખામનાથ મહાદેવની પરંપરાગત શોભાયાત્રા નીકળી

ફક્ત એક લોટી જળથી રીઝનારા દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિની આજરોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી ખંભાળિયા શહેરના તમામ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન શિવને જળ, દૂધ વડે અભિષેક તથા બિલિપત્ર, પુષ્પ, ફળ દ્વારા પૂજન-અર્ચન માટે શિવભક્તો શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. આજે આખો દિવસ શહેરના વિવિધ મંદિરોમાં પૂજન- અર્ચન, આરતી સહિતના ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ખંભાળિયાના પ્રાચીન અને પ્રખ્યાત એવા રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ, કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ, બાલનાથ મહાદેવ, સહિતના તમામ શિવ મંદિરોમાં શિવ ભકતોએ ભગવાન ભોળાનાથની ભક્તિ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાગી નીકળી

ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ એવા શ્રી ખામનાથ મહાદેવની આશરે 115 વર્ષ જૂની અને પરંપરાગત એવી શિવ શોભાયાત્રા સવારે સાડા નવ વાગ્યે રંગ મહોલ સ્કૂલ પાસેથી નીકળી હતી. આ વરણાંગી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી અને ખામનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. આ વરણાંગીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદ સાથે ધર્મમય માહોલ સર્જાયો હતો. આ સાથે શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહાઆરતી તથા ઘી ની મહાપુજા સુંદર દર્શન યોજાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS