ભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ

  • April 22, 2025 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

કથાશ્રવણનો લાભ લેવા સંતો-મહંતો વિવિધ ક્ષેત્રના આગેવાનો પહોંચ્યા


કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે સ્વ. રામશીભાઇ મારખીભાઇ ગોરીયા તથા સ્વ. મલુબેન ગોરીયાના મોક્ષાર્થે તા. ૧૯/૦૪/ર૦રપ થી ભવ્ય પોથીયાત્રા સાથે શ્રી શિવમહાપુરાણ જ્ઞાનકથાનો શાસ્ત્રી ઘવલભાઇ જે. અત્રીના વ્યાસસ્થાને પ્રારંભ થયો છે, કથાના પ્રથમ દિવસે દેહશુઘ્ધિ અને શિવ મહાપૂજા તેમજ દિપ પ્રાગટ્ય સાથે શ‚ કરાઇ તેમજ ત્રીજા દિવસે ‚દ્રાક્ષ-વૈદ્ય મહાત્મય ગવાશે.


શિવકથાના પ્રથમ દિવસથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પૂ. શાસ્ત્રી ધવલભાઇ અત્રીના મુખેથી સંગીતની સુરાવલી સાથે કથાનો અમૃતરસ પી રહ્યા છે, કથા દરરોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી અને બપોરે ૩.૩૦ થી પ.૩૦ વાગ્યા સુધી યોજાઇ છે. 

શિવકથાના આયોજક જીતેન્દ્રભાઇ રામશીભાઇ ગોરીયા (લાલાભાઇ) તથા સમગ્ર ગોરીયા પરિવાર દ્વારા કથા શ્રવણ કરવા આવતા શ્રોતાઓ માટે સંપૂર્ણ સુંદર વ્યવસ્થા જળવાઇ રહી છે અને સંતો-મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો વિગેરેનો સ્વાગત સન્માન, આરતીનો લાભ અપાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application