સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોરફોક જહાજને હાઇજેક કરી લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઇ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનો ધ્વજ હતો. માહિતી અનુસાર આ જહાજના ક્રુ મેમ્બરમાં ૧૫ ભારતીય સભ્યો પણ સામેલ છે.
ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રુ મેમ્બરની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઇ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. બીજી એક ઘટનામાં અમેરિકાએ રાતા સમુદ્રમાં. જહાજો પર થઇ રહેલા હત્પમલાઓ રોકવા માટે એકઠા થયેલા ૧૧ દેશો સાથે સામેલ થવા માટે ભારતને જણાવ્યું છે. જોકે, ભારત પોતાની જીયોપોલીટીકલ મજબૂરીને કારણે આ સંઘમાં જોડાય તેવી સંભાવના ઓછી છે.
બીજી તરફ હતી વિદ્રોહીઓ દ્રારા જહાજો પર હત્પમલા કરવાનું બધં થયું નથી. ગઈકાલે એક જહાજ પર હતી વિદ્રોહીઓ દ્રારા ડ્રોન હત્પમલો થયો હતો. અમેરિકાની ચેતવણીની હતી વિદ્રોહીઓ પર કોઈ અસર થઈ નથી. અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલું માનવરહિત સપાટી પર ડ્રોન વડે ગુવારે એક જહાજ પર હત્પમલો કર્યેા. પરંતુ તેનાથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. યમન સ્થિત ખતરનાક હતી જૂથને રોકવા માટે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ અસર થતી દેખાતી નથી.
તાજેતરના સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે હતીઓએ હત્પમલામાં યુએસવીનો ઉપયોગ કર્યેા હોય. એકસપર્ટ અનુસાર યુએસવીનો ઉપયોગ સાઉદી ગઠબંધન દળો સામે અગાઉની લડાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ આત્મઘાતી ડ્રોન બોટ તરીકે થાય છે, જેમાં ટક્કર પછી વિસ્ફોટ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech