BREAKING NEWS

એલપીજીનો જથ્થો લઇને જામનગરના વાડીનાર બંદર પહોંચ્યું 'જગવસંત' જહાજ

  • March 28, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇરાને દોસ્તી નિભાવી ભારતનું વધુ એક મહત્વનું વેસલ્સ આવી પહોંચ્યું: ૪૭ હજાર મેટિ્રક ટન એલપીજી લઇને આવેલ શિપથી વર્તમાન સ્થિતિમાં ઘણી મદદ મળશે

ઇરાન પર અમેરીકા–ઇઝરાઇલના હત્પમલા અને ત્યારબાદ ઇરાનએ અકલ્પનીય રીતે કરેલા વળતા હત્પમલા પછી ખાસ કરીને ક્રુડ તેલ, ગેસ સહિતની દરીયાઇ પરિવહન આધારીત ચીજ–વસ્તુઓની વિશ્ર્વભરમાં ઉણપ ઉભી થઇ છે, કારણ કે હોર્મુઝ સ્ટેટમાંથી જહાજ પસાર કરવા ચેલેન્જ બની રહ્યા છે, જોકે ઇરાનએ બે દિવસ પહેલા જાહેર કર્યુ હતું કે ભારત સહિતના પાંચ મિત્ર દેશોના જહાજોને રોકવામાં નહિં આવે આ વચન ઇરાને નિભાવ્યું છે અને હોર્મુઝમાંથી એલપીજીનો ૪૭ હજાર મેટ્રીક ટન જથ્થો લઇને જગવસતં જહાજ જામનગરના વાડીનાર બંદર ખાતે આજે આવી પહોંચ્યું છે અને આ જથ્થાથી વર્તમાન સ્થિતીમાં ખૂબજ મદદ મળશે એવી આશા જાગી છે.
જોકે ઇરાનએ હોર્મુઝ સ્ટેટ પર કબ્જો જમાવીને કોઇપણ જહાજોને નહિં જવા દેવાની ધમકી આપ્યા બાદ એવી પણ જાહેરાત કરી હતી કે ભારત સહિતના પાંચ મિત્ર દેશો માટે હોર્મુઝમાંથી જહાજોની આવન–જાવનને રોકવામાં આવશે નહીં અને વાસ્તવમાં આવું જ થઇ રહ્યું છે, અગાઉ ક્રુડ અને ગેસ લઇને મોટા શીપ કંડલા, વાડીનાર બંદરે આવ્યા છે, ત્યારે આજે ૪૭ હજાર મેટ્રીક ટન એલપીજી લઇને જગ વસતં જહાજ જામનગર જિલ્લાના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે.દેવભૂમિ દ્રારકાના વાડીનાર પોર્ટ પરથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશમાં યુદ્ધને કારણે વધતા તણાવ વચ્ચે અટકી ગયેલ ઈંધણ, ગેસની હેરફેર ભારત માટે ચિંતાનો વિષય બન્યો હતો. જો કે, હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના એક પછી એક જહાજ ભારત તરફ આવી રહ્યાં છે.ઈરાન ઈઝરાયેલ યુદ્ધને કારણે ઠપ્પ જેવી હાલતમાં આવી ગયેલ ઈંધણ–ગેસનો પુરવઠો હવે રાબેતા મુજબ થઈ શકશે. યુદ્ધના માહોલમાં ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટમાંથી એલપીજીથી ભરેલું જગ વસતં નામનું વિશાળ જહાજ વાડીનાર પોર્ટ ખાતે પહોંચી ગયું છે. આ જહાજમાં આશરે ૪૭ હજાર મેટિ્રક ટન એલપીજીનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેનાથી દેશના ઘરેલુ ગેસ સપ્લાય માટે જરી પુરવઠો મળી રહેતા, ગેસના વપરાશકારોને મોટી રાહત મળશે.આગામી કેટલાક દિવસોમાં પણ આવા જહાજોની હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર ચાલુ રહેવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. આવા ક્રુડ અને ગેસ લઈને આવતા માલવાહક જહાજના આગમનથી દેશના ગેસ સપ્લાયને વધુ મજબૂતી મળશે અને સામાન્ય જનજીવન પર તેની હકારાત્મક અસર જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application