હેમા કમિટીના રિપોર્ટ જાહેર થયા બાદ ઘણી અભિનેત્રીઓએ આગળ આવીને યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે. આ દરમિયાન શિલ્પા શિંદેએ પણ એક ફિલ્મમેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
ખતરોં કે ખિલાડી 14થી સમાચારોમાં રહેલી શિલ્પા શિંદેએ જણાવ્યું છે કે કેવી રીતે સંઘર્ષના દિવસોમાં તે ઓડિશન માટે ગઈ હતી અને ત્યાં તેને એક ફિલ્મમેકરને સિડ્યુસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે પોતાનો 25 વર્ષનો ખરાબ અનુભવ શેર કર્યો છે.
શિલ્પા શિંદે જાતીય સતામણીમાંથી બચી ગઈ હતી
શિલ્પા શિંદેએ કહ્યું, "આ મારા સંઘર્ષના દિવસોની વાત છે, 1998-1999ની આસપાસની. હું નામ નથી લઈ શકતી, પણ તેણે મને કહ્યું, 'તું આ કપડાં પહેરીને આ સીન કર.' મેં તે કપડાં ન પહેર્યા. તેમણે મને કહ્યું કે આ સીનમાં તે મારો બોસ છે અને મારે તેને રીઝવવાનું કામ કરવાનું છે. હું ત્યારે માસૂમ હતી એટલે મેં તે સીન કર્યો પછી તેણે મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. હું ખૂબ જ ડરી ગઈ હતી. મેં તેને ધક્કો માર્યો અને હું ત્યાંથી ભાગી ગઈ હતી."
શિલ્પા શિંદેએ ફિલ્મ નિર્માતાનું નામ ન લીધું
શિલ્પા શિંદેએ વધુમાં ઉમેર્યું, " સિક્યુરીટી સ્ટાફને મારી સાથે શું થયું તે સમજાયું અને તેમણે મને તરત જ ત્યાંથી જવાનું કહ્યું. તેઓએ વિચાર્યું કે હું હંગામો મચાવીશ અને મદદ માટે બોલાવીશ." ફિલ્મ નિર્માતાનું નામ લીધા વિના તેણીએ કહ્યું, "તે હિન્દી ફિલ્મ ઉદ્યોગનો છે. હું તે દ્રશ્ય કરવા માટે સંમત થઈ, કારણકે તે એક અભિનેતા પણ હતો. હું જૂઠું બોલતી નથી પણ હું તેનું નામ લઈ શકતી નથી. તેના બાળકો મારા કરતા નાના છે અને જો હું તેનું નામ લઈશ તો તેઓ (તેમના બાળકો) પણ પીડાશે."
શિલ્પા શિંદે વર્ષો પછી ફરી મળી ફિલ્મમેકરને
શિલ્પા શિંદેએ વધુમાં જણાવ્યું કે થોડા વર્ષો પછી તે ફરીથી તે ફિલ્મમેકરને મળી અને આ વખતે તે અભિનેત્રીને ઓળખી ન શક્યો. તેણે શિલ્પાને ફિલ્મમાં રોલ ઓફર પણ કર્યો પરંતુ અભિનેત્રીએ ના પાડી દીધી હતી. શિલ્પા શિંદેએ કહ્યું કે આવી ઘટનાઓ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech