બેસ્ટ એક્ટ્રેસ યૂ-ટ્યુબ એવોર્ડ મેળવી નગરનું ગૌરવ વધાર્યું

  • April 03, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીસ ગુજરાત વિનર જામનગર પીજીવીસીએલના જુનિયર ઇજનેરે ગૌરવ વધાર્યું


જામનગર પીજીવીસીએલમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેરે તાજેતરમાં જ રાજકોટમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલ યુટ્યુબ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ યૂ ટ્યુબ એવોર્ડ મેળવી જામનગર નું ગૌરવ વધાર્યું છે. જામનગર પીજીવીસીએલ માં ફરજ બજાવતા જુનિયર ઈજનેર કોમલ આર. ચંદારાણા, કે જેઓએ તાજેતરમાં રાજકોટમાં જયેશ ઠાકોર અને ઇન્દ્રનીલ રાજયગુરુ આયોજિત 'હાથ સે હાથ જોડો' યુટ્યુબ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મેળવી જામનગર શહેર અને પીજીવીસીએલ નું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજનારા યુટ્યુબ એવોર્ડ -૨૦૨૪ ના સેમિનારમા સમગ્ર ગુજરાતમાંથી ૮૫૦ થી વધુ સ્પર્ધકો જોડાયા હતા, જેમાં જામનગરના પીજીવીસીએલના જુનિયર ઈજનેર કોમલ રવિભાઈ ચંદારાણા કે જેઓએ બેસ્ટ એક્ટ્રેસ મોડેલ એવોર્ડનો ખિતાબ હાંસલ  કરેલ છે. જેઓ અગાઉ પણ ગરબા કવિન, બ્યુટી કોન્ટેસ્ટ, મિસ. ગુજરાત સહિત ની ગુજરાત, સૌરાષ્ટ્ર -કચ્છ ની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ સ્થાને વિજેતા થઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application